રાષ્ટ્રીય

ભારતમાં સૂકામેવાની આવક શરૂ થતા ભાવ ઘટ્યા

ભારતમાં દર વર્ષે ૪૦ હજાર ટન જેટલા સૂકા મેવા અને તેજાનાની આયાત થાય છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં સૂકા મેવાનો બમ્પર પાક થયો છે અને હાલની પરિસ્થિતિ છતાં નિકાસકારો ભારતીય ગ્રાહકોના સંપર્કમાં છે. ભારતમાં દિવાળી અને બીજા તહેવારો પહેલાં જ સૂકામેવા-તેજાનાની નિકાસ સપ્ટેમ્બરમાં શરૂ કરી દઇએ છીએ.અફઘાનિસ્તાનથી દ્રાક્ષ, પિસ્તા, જરદાળુ, અંજીર, હિંગ અને શાહજીરૂની આવકો શરૂ થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ અગાઉ અફઘાનિસ્તાનમાં સત્તા પલટાને કારણે સૂકામેવાના કન્સાઇનમેન્ટ રસ્તામાં અટવાઈ પડતા ભાવ વધ્યા હતા.અફઘાનિસ્તાનથી સૂકામેવા અને તેજાના ભરેલા કન્સાઇન્મેન્ટ વાઘા બોર્ડર પર આવીને અટવાઇ પડ્યા હતા. બોર્ડર પરથી છૂટા થયેલા કન્સાઇનમેન્ટના કારણે ડ્રાયફ્રૂટસના ભાવમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત આગામી તહેવારોમાં પણ ડ્રાયફ્રૂટના ભાવ નિયંત્રણમાં રહેશે. જીસીસીઆઇ ફૂડ કમિટીના પ્રમુખ હિરેન ગાંધીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તનના કારણે પરિવહન મારફતે આવી રહેલો સૂકામેવો અને તેજાનાનો માલ બજાર સુધી પહોંચશે કે કેમ તેની અમને શંકા હતી. પરંતુ કન્સાઇન્મેન્ટ્‌સ આવી જતાં હવે બજારની માગને પહોંચી વળીશું. જેના કારણે બજારમાં વધેલા ભાવમાં ઘટાડો આવ્યો છે.

Related Posts