રાષ્ટ્રીય

ભારતમાં G૨૦ સમિટના ડિનરમાંથી જસ્ટિન ટ્રૂડો ગાયબ રહેતા પોતાના દેશમાં ટ્રોલ થયા

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો તાજેતરમાં જ ય્૨૦ સમિટ માટે ભારતની મુલાકાતે હતા. પરંતુ ય્૨૦ મહેમાનોને આપવામાં આવેલા ડિનર અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સના લોન્ચ જેવા મહત્વના પ્રસંગોએ જસ્ટિન ટ્રૂડો ગેરહાજરીનાં સમાચાર સવાલો ઉભા કરી રહ્યાં છે. ય્૨૦ જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર કેનેડાને ‘અવગણવામાં’ આવ્યા હોવાની વાત સાથે જસ્ટિન ટ્રૂડો પોતાના દેશમાં ટ્રોલનો સામનો કરી રહ્યા છે. ઘણા કેનેડિયન મીડિયા સંસ્થાઓએ ભારતમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના આ ‘અનાદર’ની વાતની આકરી ટીકા કરી છે.

વિપક્ષી નેતાથી લઈને સોશિયલ મીડિયા પર તેમની સાથે થયેલા આ વર્તનને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે. કેનેડાના અગ્રણી અખબાર ‘ટોરોન્ટો સન’એ આ અંગે ફ્રન્ટ પેજ સ્ટોરી કરી છે. તેની વાત કેનેડામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કેનેડાની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા પિયર પોઈલીવેરે ટિ્‌વટર પર એક ફોટો શેર કરતા લખ્યું, “પાર્ટી લાઇનને બાજુ પર રાખીને, કોઈ પણ કેનેડાના વડાપ્રધાનને વિશ્વની સામે વારંવાર અપમાનિત થતા જાેવા નહીં માંગે.” અન્ય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ય્૨૦ સમિટમાં જસ્ટિન ટ્રૂડોનું આ રીતે અપમાન કરવામાં આવ્યું હોવાની ટીકા કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે કેનેડાને ‘ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઇકોનોમિક કોરિડોર’માંથી બહાર રાખવા બદલ જસ્ટિન ટ્રૂડોની ટીકા કરી છે. તેવી જ રીતે, અન્ય એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિન ટ્રૂડો ફરી એકવાર પોતાને વિશ્વ મંચ પર અવગણવામાં આવ્યા હતા, કારણ કે સમિટ દરમિયાન તેમને ભારતમાં મીડિયાનું ઓછું કવરેજ મળ્યું હતું.

Related Posts