ભારતમા એક જ દિવસમાં કોરોનાના ૧૦ હજારથી વધારે કેસ, ૪૪૦ લોકોના મોત,મંગળવારે ૫ મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા હતા
દેશમાં બુધવારે કોરોનાના કેસમાં ૧૦ હજારથી વધારેની વૃદ્ધિ નોંધાઈ જેના કારણે સામાન્ય નાગરિકો ઉપરાંત સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫,૧૭૮ નવા કેસ સામે આવ્યા અને ૪૪૦ લોકોના મોત થયા. તે સિવાય ૩૭,૧૬૯ લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩,૬૭,૪૧૫ થઈ ગઈ છે. સાથે જ દેશના કુલ મૃતકઆંકની વાત કરીએ તો તે ૪,૩૨,૫૧૯ થયો છે. અત્યાર સુધીમાં કુલ ૩,૧૪,૮૫,૯૨૩ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસ વેક્સિનના ૫૫,૦૫,૦૭૫ ડોઝ આપવામાં આવ્યા અને તે સાથે જ કુલ વેક્સિનેશનનો આંકડો ૫૬,૦૬,૫૨,૦૩૦ થઈ ગયો છે.
મંગળવારે ૨૫,૧૬૬ નવા કેસ, ૪૩૭ના મોત
મંગળવારે ૫ મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા હતા. દેશમાં મંગળવારે છેલ્લા ૨૪ કલાકના ૨૫,૧૬૬ નવા કેસ નોંધાયા હતા અને ૪૩૭ લોકોના મોત થયા હતા. ૩૬,૮૩૦ લોકો કોરોનાને માત આપીને સાજા થયા હતા.
Recent Comments