fbpx
અમરેલી

ભારતિય કૃષક સમાજ આયોજીતમહાત્મા ફુલ્લે કૃષિ વિદ્યાપીઠ – મહારાષ્ટ્ર ખાતે અતિથી વિશેષ તરીકેરાષ્ટ્રિય અધિવેશનમા દિલીપ સઘાણી

સમગ્ર દેશ માથી ૩૦૦૦ થી વધુ ખેડૂત પ્રતિનિધિઓની ઉપસ્થિતી નેનો યુરીયા-ડીએપીનો ઉપયોગ, સમૃધ્ધ ખેતિ-વધુ ઉપાર્જ અગે ચચા શિરડી દેવસ્થાન ટ્રસ્ટી સુરેશ વાલકે, સહકારી અગ્રણી નકુલ કડુ પાટિલ, મહારાષ્ટ્ર રાજય ઈફકો માર્કેટીંગ મેનેજર ઉદય તિવારીની ઉપસ્થિતી દેશના વિકાસનુ પ્રમુખ પીઠબળ કૃષિ જેટલી સમૃધ્ધ અને રસાયણ મૂકત બનશે એટલી ખેતિ અને ખેડૂત સમૃધ્ધિ બનશે અને તેથી કૃષિ વિકાસ પ્રવૃતિ ઉપર સામુહિક પ્રયાસ ખુબ જરૂરી હોવાનુ ભારતીય કૃષક સમાજ આયોજીત મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના મહાત્મા ફુલ્લે કૃષિ વિદ્યાપીઠ-રાહુરી ખાતે આયોજીત રાષ્ટ્રિય અધિવેશનમા અતિથી વિશેષ તરીકે બોલતા રાષ્ટ્રિય સહકારી આગેવાન-ઈફકોનાચેરમેન દિલીપ સઘાણીએ જણાવેલ હતુ, સઘાણીએ વધુમા જણાવેલ કે, પ્રધાનમત્રી મોદી અને સહકાર મત્રી શાહ સહકારી પ્રવૃતિ વધુમા વધુ લોકભોગ્ય બને, ખેડૂત સક્ષમ બને અને તદુરસ્ત ખેત ઉત્પાદ માટે સરાયણમકત જમીન અને વિવિધ ઉત્પાદનોને સક્ષમ બનાવવા સતત ચિંતન કરી રહ્યા છે.

સમગ્ર દેશ માથી અદાજીત ૩૦૦૦ થી પણ વધુ ખેડૂત પ્રતિનિધિઓ, મહારાષ્ટ્રના સહકારી આગેવાનો-કાર્યકરોને સબોધતા સઘાણીએ જણાવેલ કે, ખેતિને સમૃધ્ધ બનાવવા પ્રથમ તો જમીન રસાયણ મૂકત બને તે આવશ્યક છે અને તે માટે ઈફકો દ્રારા નેનો યુરીયા – નેનો ડીએપી (લીકવીડ) પ્રવાહી ખાતર કૃષિ ઉત્પાદનમા અને જમીનની ફળદ્રુપતા વધારવામા અકિસર સાબીત થઈ રહેલ હોઈ, પ્રધાનમત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન “સહકાર થી સમૃધ્ધિ” તરફ આગળ વધવા સઘાણીએ જણાવ્યુ હતુ.

મહારાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન દિલીપ સઘાણી એ અહમદનગર જીલ્લાના રાહુરી તાલુકાના ગુહા ગામે આવેલ પ્રેરણા મલ્ટીસ્ટેટ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની શુભેચ્છા મૂલાકાત વેળા ભાવપૂર્ણ સ્વાગત કરવામા આવેલ. સથાણી સાથે ભારતીય કૃષક સમાજના પ્રેસીડેન્ટ ડો.ક્રિષ્નબીર ચૌધરી, સમિતિના અધ્યક્ષ અને શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી સુરેશ વાલકે, સહકારી અગ્રણી નકુલ કડુ પાટિલ, મહારાષ્ટ્ર રાજય ઈફકો માર્કેટીંગ મેનેજર ઉદય તિજારે સહિત સ્થાનિક અગ્રણી સહકારી આગેવાનો ઉપસ્થિત રહયા હતા તેમ યાદીના અંતમા જણાવેલ છે.

Follow Me:

Related Posts