ભારતીય અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી સાથે મુલાકાત
ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તેમજ ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં ગુજરાતની બોલબાલા છે ત્યારે ગુજરાતના યુવાધનની આવડત અને બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને તક પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો અમેરિકામાં વસતા મૂળ ગુજરાતી દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર સાથે ભારતીય અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ડેલિગેટ્સ દ્વારા ગત રોજ મુલાકાત પણ કરવામાં આવી હતી.
આ મુલાકાતમાં ભારતીય અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ના ચેરમેન ધીરેન પટેલ, ડિરેક્ટર તેજસ પટવા, જાણીતા બિઝનેસ કોચ ડો. શૈલેષ ઠાકર તેમજ ગુજરાત પ્રાંતના ભારતીય અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરત રાવ હાજર રહ્યા હતા. આ મુલાકાતનો હેતુ સ્થાનિક યુવાનો પ્રોત્સાહિત થાય અને અલગ અલગ દેશોની માહિતી મળે તેમજ ગ્લોબલી દેશનો વિકાસ થાય તે માટે છે.
Recent Comments