fbpx
રાષ્ટ્રીય

ભારતીય એરસ્પેસમાં ઈરાનના વિમાનમાં બોમ્બની ખબરથી મચ્યો હડકંપ

ઈરાનથી ચીન જઈ રહેલા એક વિમાનમાં બોમ્બની ધમકી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ. વિમાનની નિગરાણી માટે એરફોર્સના ફાઈટર વિમાનોએ તરત જ ઉડાણ ભરી. મહાન એરલાઈન્સનું આ વિમાન દિલ્હીના એરસ્પેસમાં ઘૂસી આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ સુરક્ષા એજનાસીઓને મળેલા ઈનપુટ મુજબ વિમાનમાં બોમ્બની ખબર હતી. ત્યારબાદ બધા અલર્ટ થઈ ગયા અને વિમાનને દિલ્હીમાં લેન્ડ કરવાની મંજૂરી આપવામાં ન આવી. આ વિમાન ચીન જઈ રહ્યું હતું. ઈન્ડિયન એર  ટ્રાફિક કંટ્રોલે વિમાન સાથે અલર્ટ શેર કર્યું હતું. ત્યારે આ વિમાન ભારતીય એરસ્પેસમાં હતું. ત્યારબાદ વિમાનને ઈન્ટરસેપ્ટ કરવા માટે ભારતીય એરફોર્સના જીે-૩૦સ્દ્ભૈં ફાઈટર જેટ્‌સે પંજાબ અને જાેધપુર એરબેસથી ઉડાણ ભરી. જાે કે બોમ્બની ધમકીની પ્રકૃતિ અને ઈરાની એરલાઈનનું નામ હજુ સામે આવ્યું નથી. છેલ્લે મળતી માહિતી મુજબ તપાસ બાદ વિમાન ચીન તરફ જતું રહ્યું.

તે ભારતીય એરસ્પેસથી પસાર થયું ત્યાં સુધી તપાસ એજન્સીઓએ તેના પર બાજ નજર રાખી. એર ટ્રાફિક કંટ્રોલના જણાવ્યાં મુજબ તેહરાનથી આવી રહેલા વિમાનને ચીના ગુઆંગઝોમાં લેન્ડ થવાનું હતું. મહાન એરે દિલ્હી એરપોર્ટ એટીસીને બોમ્બની ધમકી મળ્યા બાદ તરત લેન્ડિંગ માટે સંપર્ક કર્યો પરંતુ દિલ્હી એટીએસએ વિમાનને જયપુરમાં લેન્ડ કરવાનું કહ્યું.

વિમાનના પાઈલટે ના પાડી દીધી અને ઈન્ડિયન એરસ્પેસ છોડી દીધો. સૂત્રોના જણાવ્યાં મુજબ દિલ્હી પોલીસને સવારે ૯.૩૦ વાગે મહાન એરલાઈન્સમાં બોમ્બની ખબર મળી હતી. ત્યારબાદ હડકંપ મચી ગયો. જ્યારે પાઈલટે વિમાનને જયપુર ડાઈવર્ટ કરાવવાની ના પાડી દીધી તો ત્યારબાદ ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાન નિગરાણી માટે ઉડ્યા અને ઈરાની પ્લેનને એસ્કોર્ટ કર્યું. હ્લૈઙ્મખ્તરંટ્ઠિઙ્ઘટ્ઠિ૨૪ ના ડેટા મુજબ થોડા સમય માટે દિલ્હી-જયપુર એરસ્પેસમાં ઈરાની વિમાનની ઊંચાઈ ઓછી હતી અને ત્યારબાદ તે ભારતીય એરસ્પેસથી બહાર જતું જાેવા મળ્યું.

Follow Me:

Related Posts