ભારતીય કિસાન સંઘ–અમરેલી જિલ્લા અને ખેડૂતો દ્વારા સાંસદ નારણભાઈ કાછડીયાને લાઠીના રેલ્વે સંબંધિત પ્રશ્ને રજૂઆત કરવામાં આવી.
રજૂઆત પરત્વે સાંસદે ત્વરિત ડીઆરએમ. અને આર.વી.એન.એલ.ના અધિકારીને ખેડૂતોના પ્રશ્નનું તાત્કાલીક નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપી લેખિત પત્ર પાઠવવામાં આવ્યો હતો.
આજ રોજ તા. ૧૬/૮/ર૦ર૧ના રોજ ભારતીય કિસાન સંઘ–અમરેલી જિલ્લા અને ખેડૂતો દ્વારા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાને લાઠીના રેલ્વે સંબંધિત પ્રશ્નો અંગે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. સંઘ અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ વતૅમાનમાં ઢસા થી જેતલસર રેર્લ્વે લાઈનનું ગેજ પરિવતૅનનું કામ ચાલી રહયુ છે. આ કામ દરમ્યાન લાઠી થી ચાવંડ જવાના રસ્તે આવેલ રેલ્વે ફાટકના પાટાથી ઉતર તરફ અને સ્ટેટ હાઈવે થી પૂવૅ તરફ ખેડૂતોનો સીમતળનો રસ્તો બંધ થવા પામેલ છે અને વરસાદી પાણીનો થતો નિકાલ પણ બંધ થવા પામેલ છે. જેના લીધે ખેડૂતોની ૮૦૦ થી ૧૦૦૦ વિધા જેટલી જમીન પર નુકશાન થઈ રહયુ છે.
સદર બાબતે ગત તા. ૧૮/૩/ર૦ર૧ના રોજ મામલતદારશ્રી–લાઠી, રેવન્યુ ટલાટી–લાઠી, આર.વી.એન.એલ.ના સીનીયર એન્જીનીયર, કોન્ટ્રાકટર અને ખેડૂતો દ્વારા સ્થળ નિરીક્ષણ બાદ થયેલ સમજૂતી કરાર (પંચ રોજકામ) મુજબ ખેડૂતોને આવન જાવન માટે રસ્તાની વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે ભૂંગળા નાખવાની કામગીરી આજદિન સુધી ન થતા આજ રોજ સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરવામાં આવેલ હતી. સંઘ અને ખેડૂતોની રજૂઆત પરત્વે સાંસદે ત્વરિત ડી.આર.એમ. વેસ્ટનૅ રેલ્વે, ભાવનગરપરા અને આર.વી.એન.એલ.ના મુખ્ય અધિકારીને જરૂરી ટેલિફોનીક તેમજ લેખિત પત્ર પાઠવી લાઠીના ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું તાત્કાલીક નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપી તાકીદ કરેલ હતી.
Recent Comments