ભારતીય કિસાન સંધના ગાંધીનગર ખાતે ધરણાનો ત્રીજો દિવસ ખેડૂતોના વિવિધ ૨૬ પ્રશ્નોને લઈ બુલંદ માંગ
પાટનગર ગાંધીનગર ખાતે ૨૬ પ્રશ્નોને લઈ આજે ત્રીજા દિવસે એક હજાર જેટલી ખેડૂત બહેનો એ ધરણા પ્રદેશમાં જોડાઈને ૨૦૦૦ પુરૂષો કુલ ૩૦૦૦ ત્રણ હજાર ભાઈ બહેનોએ સરદાર સાહેબના સાનીધ્યમાં ધરણા કરીને એક હજાર બહેનોએ ભાઈ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજ્યના મુખ્ય મંત્રીશ્રીને આપી. બહેનોએ પોતાની આપ વીતી પત્રમાં લખી છે. ખેડૂતોના પ્રશ્નો અમારો – લાડલો ભાઈ વહેલી તકે પ્રશ્ન ઉકેલે તેવી માંગ કરી છે.
ભજન કિર્તન રાસ-સરદાર સાહેબના સ્ટેચ્યુ ફરતે લઈને પોતાની મુશ્કેલી ઓ વર્ણવી હતી તબલા-ખંજરી-કડતાલ સાથે મહીલાઓ ખેડૂતોની વેદન વ્યક્ત કરી
પશુપાલન કરતી બહેનોને દુધના પુરતા ભાવ ન મળવા પશુપાલકો ખાણ દાણ ઘાસ સારો મોઘો થયોને દુધના ભાવ પુરાતા મળતા નથી. માત્ર પશુના ગોબર શીવાય અમોને કોઈ લાભ નથી.ખેતીમાં ખાતર – દવા – બીયારણ તમામ ભાવ વધ્યા ડીઝલના ભાવ વધવાથી ટ્રેક્ટરથી ખેતી પરવડે તેમ નથી.
અમારા ખેતી પાકના ભાવ પુરતા નથી મળતા જેથી ખેતી ખોટનો ધંધો થયો. ખેતી છોડી ગ્રામ્ય પ્રજા શહેર તરફ વળી રહી છે ત્યારે વિવિધ પ્રશ્નો વહેલા ઉકેલે શાંતીપુર્ણ આંદોલન થાય છે આંદોલન ઉગ્ર બને તે પહેલાં સરકારને પ્રશ્નો ઉકેલે તેવી માંગ કરી છે.
૧૯૮૩ માં જે ખેડૂતો ૧૯ સહીદ થયા છે તે સ્થીતી ના બને તેવા નહેરમાં મુડમાં આજે ખેડુતોની ધીરજ ખુટે તો આ દીશામાં ખેડૂતો આંદોલનની દીશા ન બદલે તે પહેલા સરકાર અમારી વાત માને તે આશા રાખીએ છીએ. અમારી ખેડૂતોની વ્યાજબી માંગણી છે. આજે શ્રાવણ મહીનાના છેલ્લા દિવસે ભાઈઓ બહેનોએ વ્યથા કથા સાંભળી આવી અવદશા માંથી મુક્તિ આપી વિવિધ ૨૬ પ્રશ્નો ઉકેલો તેવી માંગ કરી હતી.
Recent Comments