અમરેલી

ભારતીય કિસાન સંધ દ્વારા ૧૫ જૂને બાબરા મામલતદાર કચેરી ખાતે વીજ મીટર નાબુદી ની માંગ સાથે આવેદનપત્ર પાઠવી ધરાણા યોજાશે 

બાબરા તાલુકા મથકે ભારતીય કિસાનસંધ દ્વારા વીજ મીટર પ્રથા નાબુદી ની માંગ કરતું આવેદન પત્ર પાઠવી ધરણા કરાશે  બાબરા તાલુકા ના તમામ ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ધરણા નો કાર્યક્રમ યોજાશે ખેડૂતો ને ખાસ હાજરી આપવા નમ્ર આમંત્રણ છે ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક ગામના સરપંચને જાણ કરવામાં આવેલ છે તા.૧૫ -૦૬-૨૦૨૨ ને બુધવારે્ બપોરે ૧૧-૦૦  થી ૧ -૦૦ વાગ્યે બાબરા માર્કેટયાર્ડ મા ગામમાં થી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતો એ અનુરોધ કરાયો છે બાબરા માર્કેટયાર્ડ મા ખેડૂતો ની સાથે આવવા ખાસ આમંત્રણ આપવામાં આવેલ છે તો બહોળી સંખ્યામાં હાજર રહેવા જણાવાયું છે કે ગુજરાત માં સરકાર એકને ગોળ અને એકને ખોળ ની નીતિ અપનાવી રહી છે તે  વ્યાજબી નથી તેથી ભારતીય કિસાન સંઘ ની માંગણી છે  સમાન દરે વિજળી અને વાડી ના મીટર મરજીયાત અ઼ને રદ કરવા અને નહેરના ભાવે પાવર આપવા ખાસ માંગણી કરી છે તો ફરી ફરી બધા ખેડૂતો ને બાબરા માર્કેટ યાર્ડ થી મામલતદાર કચેરી ખાતે પધારવા આહવાન સાથે ભારતીય કિસાન સંધ દ્વારા અપીલ કરાય છે 

Related Posts