અમરેલી

ભારતીય કિસાન સંધ ની ભોપાલ ખાતે રાષ્ટ્રીય કારોબારી ની બેઠક માં અમરેલી જિલ્લા ના કૃષિકારો ને નિમણૂક મળતા ખુશી વ્યાપી

મધ્યપ્રદેશ ભોપાલ ખાતે ભારતીય કિસાન સંઘ ના ૧૩ માં અધિવેશન માં ભારતીય કિસાન સંધ ની રાષ્ટ્રીય કારોબારી સમિતી ની રચના કરવામાં આવી તેમાં ગુજરાત પ્રદેશ માંથી રાષ્ટ્રીય નેતૃત્વ ના પદાધિકારી ઓને સાંભળ્યા બાદ ગુજરાત પ્રદેશ મા મહામંત્રી તરીકે બે ટર્મ સેવા આપી રહેલ કૃષિરત્ન શ્રી બી કે પટેલ ને રાષ્ટ્રીય કારોબારી માં મંત્રી તરીકે ની જવાબદારી  સોંપવા માં આવી હતી તેમજ ગુજરાત ના પ્રદેશ પ્રમુખ તરીકે બે ટર્મ  સુધી સેવારત રહેલ શ્રી વિઠ્લભાઈ દુધાત્રાને રાષ્ટ્રીય કારોબારી માં કારોબારી સદસ્ય તરીકે ની વરણી કરવામાં આવી છે તેમજ વડીલ કૃષિ ના ઋષિ શ્રી અમુદાદા અને તેમજ કલ્પનાબહેન ની વરણી કરવામાં આવેલ છે તે બદલ અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા ખુશી વ્યક્ત કરી નવનિયુક્ત હોદેદારો ને શુભેચ્છા પાઠવી હતી અને ખેડૂત સંગઠન માં મહત્વ ના પદ ઉપર નિયુક્ત હોદેદારો ને અભિનંદન પાઠવ્યા હતા

Related Posts