ભારતીય છોકરીઓને તો બસ કમાતો પતિ જાેઈએ, પોતે કંઈ કરવું નથી : સોનાલી કુલકર્ણીએ આળસુ ગણાવી
મોર્ડન ઈંડિયન વીમેન પર એક્ટ્રેસ સોનાલી કુલકર્ણીની નેગેટિવ કમેન્ટને લઈને ઈન્ટરનેટ પર હોબાળો મચી ગયો છે. અમુક ઈન્ટરનેટ યુઝર્સે તેના પર ભારે નારાજગી વ્યક્ત કરી છે, તો અમુક લોકોએ તેના બિંદાસ સ્વભાવના વખાણ પણ કર્યા છે. હાલમાં જ એક ઈવેન્ટમાં સોનાલી કુલકર્ણીએ હાલના સમયમાં મહિલાઓની સ્થિતી પર ખુલીને વાત કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં સોનાલી કુલકર્ણીએ મોર્ડન વીમેન વિશે કહ્યુ કે, મહિલાઓ ઘરની ફાઈનાન્સિયલ પોઝીશનમાં કોઈ ઈનપુટ નથી આપતી. તે એક સારી કમાણી કરનારા, વ્યવસ્થિત પતિની ઈચ્છા ધરાવીને બેસી રહે છે.
સોનાલીએ આ દરમ્યાન છોકરીઓને આળસુ કહી હતી. સોનાલી કુલકર્ણીએ કહ્યું કે, ભારતમાં ઘણી બધી છોકરીઓ આળસુ છે. તે એક બોયફ્રેન્ડ અથવા પતિ ઈચ્છે છે, તે સારી એવી કમાણી કરે, એક ઘરનો માલિક હોય, રેગ્યુલર આવક હોય. પણ આ દરમ્યાન મહિલાઓ પોતાનું સ્ટેન્ડ નથી બનાતી. મહિલાઓને એ નથી ખબર હોતી કે, તે શું કરશે, અથવા શું કરી શકે છે. તેમણે આગળ કહ્યું કે, હું તમામને અપીલ કરુ છું કે, પોતાના ઘરમાં એવો માહોલ બનાવો જે કેપેવલ હોય, તે સેલ્ફમેડ હોય, ખુદ માટે કમાઈ સકે છે.
જાે ઘરમાં ફ્રીજ લાવવાનું છે, તો મહિલાઓ આગળ આવીને કહે કે, હું આનું પેમેન્ટ કરીશ. સોનાલી કુલકર્ણીના આ નિવેદનને લઈને ટિ્વટર પર ચર્ચા શરુ થઈ ગઈ છે. જ્યાં કેટલાય મિલ ટિ્વટર યુઝર્સે સત્ય કહેવા બદલ વખાણ કર્યા હતા. તો વળી કેટલી ફીમેલ ટિ્વટર યુઝર્સે સોનાલીના આવા નિવેદનની ટિકા કરી હતી. ટિ્વટર પર એક યુઝર્સે લખ્યું છે કે, વર્ચુઅલ થપ્પડનો આવિષ્કાર કરવો જાેઈએ.
Recent Comments