ભારતીય જનતા પક્ષ એક વિશાળ પરિવાર પ્રચાર કાર્ય દરમ્યાન અવસાન પામેલ યુવા કાર્યકર કાળુભાઈ રાદડીયાનાં સંતાન હરસીત અને ધ્યાનાનાં અભ્યાસની સંપૂર્ણ જવાબદારી શીરપર લેતા પૂર્વ પ્રદેશાધ્યક્ષ વાઘાણી
જીલ્લાના પ્રચાર – પ્રવાસે આવેલા જીતુભાઈ વાધાણીએ મોટા મુંજીયાસર ખાતે સદ્ગત આત્માને શ્રધ્ધાંજલી અધેિ પરિવારને શાંતવના પાઠવી ભારતીય જનતા પાર્ટી એક વિશાળ પરિવાર હોવાની પ્રતિતિ આજે સૌ કોઈ કરી રહયા છે અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના મુંજીયાસર ગામના ભારતીય જનતા પક્ષના ઉત્સાહી અને યુવા કાર્યકર્તાનું પ્રચાર કાર્ય દરમ્યાન અવસાન થતા પરિવાર ઉપર આવી પડેલ દુઃખમાં સૌ કોઈ સધિયારો આપી રહ્યા છે . પ્રવર્તમાન ચૂંટણી પ્રચારાર્થે અમરેલી જીલ્લાના પ્રવાસે આવેલા પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ મોટા મુંજીયાસર ખાતે સદ્ગત કાળુભાઈ રાદડીયાના આત્માને શ્રધ્ધાંજલી પાઠવી હતી અને તેમના નાના સંતાન દીકરો હરસીત અને દીકરી ધ્યાનાનાં અભ્યાસની જવાબદારી સ્વિકારીને ભારતીય જનતા પક્ષનો એક..એક કાર્યકર પરિવાર છે તેની ભાળ – સંભાળ રાખવાનો ઉદાહરણિય પ્રયાસ કરવામાં આવેલ આ તકે રમેશભાઈ સતાસીયા , જયેશભાઈ ટાંક ભાજપ કાર્યાકર્તાઓ સાથે ઉપસ્થિત રહયાનું કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે .
Recent Comments