ભારતીય જનતા પાર્ટીના એક બુથ લેવલના કાર્યકર્તાની દીકરીનું કન્યાદાન કરતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા
આજરોજ સાવરકુંડલા શહેર ખાતે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના એક બુથ લેવલના કાર્યકર્તા નીતિનભાઈ ડાભીની દીકરીનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. સુરેશ પાનસુરીયા હર હંમેશ સમાજ સેવાને લોક સેવાના કાર્યો કરતા હોય ત્યારે આજે એક સામાન્ય પરિવારની દીકરીનું કન્યાદાન કરી સમાજને એક નવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેશ પાનસુરીયા દ્વારા અગાઉ પણ ૧૧૭ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવી રીતે અસંખ્ય દીકરીઓના પિતા બની કન્યાદાન કરી ચૂક્યા છે સુરેશ પાનસુરીયા હરહંમેશ લોકસેવા અને લોકોપયોગી કાર્યો કરતા રહે છે ત્યારે આ તકે સુરેશ પાનસુરીયાને પૂછવામાં આવ્યું ત્યારે સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મની અંદર જો કોઈ શ્રેષ્ઠ દાન હોય તો તે કન્યાદાન છે અને હું વર્ષમાં અસંખ્ય દીકરીઓના કન્યાદાન કરું છું માતા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ તથા અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારની દીકરીઓના કન્યાદાનનો મને અસંખ્ય વાર મોકો પ્રાપ્ત થયો છે તે બદલ હું ધન્યતા અનુભવ છું.
Recent Comments