ગુજરાત

ભારતીય જનતા પાર્ટી કોઈને હરાવવા નહી પણ પોતે આગળ વધવા નીકળી છે : મુખ્યમંત્રી

પ્રદેશ કારોબારીની બેઠક કે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સુત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ થી સૌ આપણી સાથે જોડાયા છે.પાર્ટી વટવૃક્ષ બની છે તેમ છતા દરેક કાર્યકરો પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે અને સરકાર તેમના કામો કરે છે. ભારતીય જનતા પાર્ટી કોઈને હરાવવા નહી પણ પોતે આગળ વધવા નીકળી છે અને તેના માટે દરેક કાર્યકર્તા મહેનત કરી રહ્યા છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના લોકોની ચિંતા કરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે તેમના નિર્ણયને દેશની જનતાએ વધાવ્યો છે. ભાજપના કાર્યકરો એક કુંટુબ ભાવનાથી કામ કરે છે. ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને સહ પ્રભારી સુઘીર ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ. 

આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ દ્વારસ વિશેષ માર્ગદર્શન આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આપવામાં આવ્યું  હતું. જેમાં ચિંતન શિબિર બાદ કારોબારી અને જિલ્લા મંડળની બેઠકો પણ યોજવામાં આવશે જેમાં જવાબદારીઓ ભાજપ દ્વારા વહેચવામાં આવશે અને વિશિષ્ટ યોજનાઓ બનાવવામાં આવશે.

Related Posts