ભારતીય જનતા પાર્ટી દ્વારા 15 દિવસ સુધી સુપોષિત આહાર પ્રોટિન બારનું વિતરણ સમગ્ર જીલ્લામાં કરવામાં આવશે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે સુપોષણ અભિયાન અંતર્ગત આજે બાળકોને સુપોષીત કરવા બાળ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે બાળકોમાં બાળ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમાણે કાર્યકરોએ કુપોષિત બાળકોને સુપોષીત કરવાની જવાબદારી સંભાળશે. જીલ્લામાં કુપોષિત બાળકોને એક લાખ ચોકલેટ બાર આપવાનું સુરત શહેર એકમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા 15 દિવસ સુધી સુપોષિત આહાર બાળક લઇ શકે તેવા બોકસનું અને પ્રોટિન બારનું વિતરણ સમગ્ર જીલ્લામાં કરવામાં આવશે. ગુજરાત રાજયમાં ઝડપથી કુપોષિત બાળકો સુપોષિત થાય તે હેતુથી આ આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. આ પ્રેસવાર્તામાં પ્રદેશના મહામંત્રીઓ રજનીભાઇ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવભાઈ ભટ્ટ, ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઇ ગજ્જર, મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધાબેન રાજપુત, પ્રદેશના સહપ્રવકતા હિતેન્દ્રભાઇ પટેલ, ગાંધીનગર શહેરના પ્રમુખ રુચિરભાઈ ભટ્ટ તેમજ મોટી સંખ્યામાં બાળ આહાર કિટના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments