ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ યાત્રાને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન કરાવ્યું
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ યાત્રાને પ્રારંભ, જેમા યાત્રાના બીજા રૂટ દ્વારકા થી પોરબંદરનું રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન કરાવ્યું. જે.પી.નડ્ડાએ જણાવ્યું કે ગુજરાતની જનતાએ અંગ્રેજાે સાથે લડાઇ કરી અને લડાઇ લડતા લડતા તેમણે અંગ્રેજાેને કહ્યુ કે અમારો એક જ રાજા છે …રાજા રણછોડ..દ્વારકાઘીશ… આવા ગુજરાતની પ્રજાને આજે હું વંદન કરુ છું. આ યાત્રા દેશની ગૌરવ યાત્રા છે કારણ કે જે ગૌરવ દુનિયામાં સ્થાપીત કરવા દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે તેની ગંગોત્રી પણ ગુજરાતની ધરતી છે. કોગ્રેસને હવે ખ્યાલ નથી આવતો કે રાજનીતીમાં હવે શું કરવું. કોંગ્રેસ મેવા ખાવા,પરિવારની સેવા કરવા આવી હતી. કોંગ્રેસ ન તો રાષ્ટ્રીય પાર્ટી રહી, ન તો ભારતીય રહી, આ તો માત્ર ભાઇ-બહેનની પાર્ટી રહી ગઇ છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ બદલાઇ રહ્યો છે. લોકો ને મોદી હે તો મુમકીન હે સુત્ર પર ભરોસો છે.
અને ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આદરણીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વાસનું વળતર વિકાસના કાર્યોથી ચુકવવાની નેમ રાખી છે. ગુજરાતમાં વિકાસના વટ વૃક્ષને શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના પરિશ્રમના પરસેવાથી સિંચન કર્યુ છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ સરકારે ગરીબો, વંચીતો,આવાસ વિહોણા પરિવારોને વિકાસની તક આપી અને આર્થિક ઉન્નતીનો આઘાર આપ્યો છે. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપના કાર્યકરો પક્ષમાં હોય કે સરકારમાં તેમના માટે જનસેવાએ પહેલો ઘર્મ છે. ગૌ માતાનું સંવર્ઘન હોય, પ્રાચિન મંદિરોનુ જીર્ણોદ્ઘાર આયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હોય તે તમામ કાર્યો વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં પુર્ણ કર્યા છે. આદરણીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વાસનું વળતર વિકાસના કાર્યોથી ચુકવવાની નેમ રાખી છે.
બે દિવસ પહેલા જ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતને આશરે ૧૪ હજાર કરોડ રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ જનતાને આપી છે. ગુજરાત આજે શિક્ષણ,પાણી,વિજળી,ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રે વિકાસ કર્યો છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટીને કારણે ગુજરાત આજે વિજળીમાં સર પ્લસ રાજય બન્યું છે. ગુજરાતમાં વિકાસના વટ વૃક્ષને શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના પરિશ્રમના પરસેવાથી સિંચન કર્યુ છે. ગુજરાતમાં છેલ્લા ૮ વર્ષોથી ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે.
વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ સરકારે ગરીબો, વંચીતો,આવાસ વિહોણા પરિવારોને વિકાસની તક આપી અને આર્થિક ઉન્નતીનો આઘાર આપ્યો છે. પહેલી વાર રાજયમાં ૧ કરોડ ૭૦ લાખ થી વધુ ગરીબોના બેંક ખાતા ખુલ્યા, ૧૦.૫૦ લાખ ગરીબો પરિવારોને પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્વપ્નનું ઘર મળ્યું. પાંચ લાખ રૂપિયા સુઘીની ફ્રી સારવારનું વિમા કવચ આપ્યું છે. વિશ્વભરમાં આજે ગુજરાતીઓની ઓળખ મહેનતુ અને સાહસિક પ્રજા તરીકે થાય છે. આ ગૌરવ યાત્રા ગુજરાતના ગૌરવને વધુ ઉજાગર કરશે તેવી દ્વારાકાઘીશના ચરણોમાં પ્રાર્થના.
Recent Comments