આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ પરિવાર અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા આયોજિત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો રક્તતુલા કાર્યક્રમ યોજાયો. જેમાં સી.આર.પાટીલે જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટી સિવાયની તમામ પાર્ટીઓ રાજકારણ કરે છે અને ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યને સેવાની સાથે જોડી સેવાકરણ કરે છે અને માટે જ ખેસ સાથે નીકળેલા કાર્યકર્તાને એક આદર અને સન્માનની સાથે જોવે છે કારણ કે, આ બીજી પાર્ટી જેવો કાર્યકર્તા નથી આ સેવાકીય કાર્ય કરવા વાળો કાર્યકર્તા છે. આ યોજેલા કાર્યક્રમમાં ભવ્ય સ્વાગતની સાથે અતિભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો એ બદલ સૌનો આભાર માનું છું. કરેલા રક્તદાન માટે કોઈ શબ્દ નથી અને વળતર આપવાની મારી કોઈ તાકાત નથી તેવું પાટીલ એ જણાવ્યુ હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતાં જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી વિથ ડિફરન્સ કહેવાય છે કારણ કે, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાનો જન્મદિવસ હોય કે લગ્નજીવનની વર્ષગાંઠ હોય પરંતુ આ તમામ પ્રસંગોને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડી, છેવાડાના માનવીની ચિંતા કરી સેવા કરે છે અને આ “પાર્ટી વિથ ડિફરન્સ”નું બિરુદ મળ્યું છે તેનો હું આભારી છું. જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં આજે આવ્યો નથી આ સેવાકીય કાર્યક્રમ છે માટે હું અહિયાં આવ્યો છું, પણ મને એમ લાગે છે કે જો હું આજે અહિયાં ન આવ્યો હોત તો આપ સૌના દર્શન કરવાનો લાહવો આજે મે ગુમાવ્યો હોત તેવું પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલએ જણાવ્યુ હતું.
ભારતીય જનતા પાર્ટી સિવાયની તમામ પાર્ટીઓ રાજકારણ કરે છે ભાજપ સેવાકરણ કરે છે : સી.આર.પાટીલ

Recent Comments