fbpx
રાષ્ટ્રીય

ભારતીય દવા ઉત્પાદક કંપની ડૉ. રેડ્ડીઝે જેનરિક દવાની ૮૦૦૦ શીશીઓ પરત મંગાવી દીધી

ભારતીય ફાર્મા કંપની ડ્ઢિ ઇીઙ્ઘઙ્ઘઅ’જ ન્ટ્ઠર્હ્વર્ટ્ઠિંિૈીજ જેનરિક દવાની લગભગ ૮૦૦૦ શીશીઓ રિકોલ કરવાની માહિતી આપી છે. કંપની અમેરિકન માર્કેટમાંથી દવાઓની આ શીશીઓ પરત મંગાવી રહી છે. આ દવાનો ઉપયોગ શરીરમાં કોઈપણ અંગના ટ્રાન્સપ્લાન્ટમાં થાય છે. યુએસ એફડીએએ માહિતી આપી છે કે હૈદરાબાદ સ્થિત આ કંપની અમેરિકન માર્કેટમાંથી ્‌ટ્ઠષ્ઠિર્ઙ્મૈદ્બેજ કેપ્સ્યુલ્સની ૮૨૮૦ શીશીઓ પરત મંગાવી રહી છે.

૧ મિલિગ્રામ ટેક્રોલિમસ કેપ્સ્યુલ ધરાવતી બોટલમાં ૦.૫ મિલિગ્રામ ટેક્રોલિમસ કેપ્સ્યુલ પણ મળી આવી છે. યુએસ એફડીએએ પોતાના એન્ફોર્સમેન્ટ રિપોર્ટમાં આ વાત કહી છે.. હૈદરાબાદમાં ડૉ. રેડ્ડીની બચુપલ્લી ફેસિલિટી ખાતે ટેક્રોલિમસ કેપ્સ્યુલ્સનો આ ઘણો જથ્થો બનાવવામાં આવ્યો છે. કંપનીએ ૧૫ ડિસેમ્બરથી જ આ દવાની ક્લાસ-૨ રિકોલ પ્રક્રિયા શરૂ કરી હતી. યુએસ એફડીએ અનુસાર, તે દવાઓ ક્લાસ -૨ હેઠળ રિકોલ કરવામાં આવે છે જે અસ્થાયી રૂપે સ્વાસ્થ્યમાં કેટલાક ફેરફારોનું કારણ બની શકે છે જેને બાદમાં સુધારવામાં મુશ્કેલી પડી શકે છે. આવી દવાઓથી ગંભીર બીમારી થવાનું પણ જાેખમ રહેલું છે. ગયા વર્ષે પણ માર્ચ મહિનામાં ડૉ. રેડ્ડીઝે દવાની ૪,૦૦૦ શીશીઓ પરત મંગાવી હતી. કંપનીએ આ રિકોલ પ્રક્રિયા ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ શરૂ કરી હતી.

Follow Me:

Related Posts