fbpx
રાષ્ટ્રીય

ભારતીય નેવીમાં પ્રમોશનના બદલાયા નિયમ, આનાથી સૈનિકોને ઘણા ફાયદા મળશે

ભારતીય નેવીના પ્રમોશન માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અધિકારીઓની યોગ્યતાનું મુલ્યાંકન કરવા માટે શનિવારે ‘૩૬૦ ડિગ્રી ઈવેલ્યુએશન સિસ્ટમ’નું અનાવરણ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે નવા નિયમનો ઉદ્દેશ્ય એક અધિકારીની નેતૃત્વ ક્ષમતાઓને આગળ વધારીને વ્યક્તિગત વિકાસને આગળ લઈ જવાનો છે. વરિષ્ઠ અધિકારીઓ સમય-સમય પર ગુપ્ત રીપોર્ટ આપે છે,

ઈવેલ્યુએશનની આવશ્યકતાને માન્યતા આપતા ભારતીય નેવીએ ડિગ્રી ઈવેલ્યુએશન સિસ્ટમ રજૂ કરી છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓની સાથે જાેડે કામ કરતા જવાન અને તેમના ઈનપુટ પણ સામેલ થશે. આ નવી ઈનોવેટિવ સિસ્ટમનો એક ઉદ્દેશ્ય અધિકારીઓને વેલ્યુબલ ફીડબેક આપવાનો છે. જે તેમના વ્યવહારિક પરિવર્તન અને તેમની લીડરશીપ રોલમાં સુધારો કરવામાં તેમને મદદ કરી શકે. નેવીએ કહ્યું કે સમાન મૂલ્યાંકન પ્રણાલી વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ છે.

Follow Me:

Related Posts