અમરેલી

ભારતીય બંધારણના ઘડવૈયા ડો . બાબાસાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિની વિદ્યાસભા સ્કૂલમાં ઉજવણી

ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિધાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ઉ . માધ્યમિક શાળા તથા શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા અમરેલીના સંયુકત ઉપક્રમે આજરોજ ડો . આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિની સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી . ડો . આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી વિદ્યાર્થીઓ , સ્ટાફગણ તથા સંસ્થાના વ્યવસ્થાપકશ્રી હસમુખભાઈ પટેલે તેમના દેશ માટેના યોગદાનને યાદ કરી ફુલહારથી તેમની જન્મજયંતિની ઉજવણી કરી હતી . તેમણે ભારતના બંધારણ ઘડવામાં આપેલા અમુલ્ય યોગદાન તથા દેશપ્રેમ આજના સમયમાં પ્રેરણાદાયી છે . તેમનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ માં મધ્યપ્રદેશમાં મહુ ખાતે થયો હતો . અનેક સંઘર્ષો સાથે લ ડીને તેઓ આગળ વધી બંધારણના ઘડવૈયા તરીકે આજે સોના હૃદયમાં સ્થાન પામ્યા છે

Related Posts