મંગળવારે (૮ ઓગસ્ટ) શેરબજારમાં પ્રારંભિક ખરીદી જાેવા મળી છે. સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ફ્લેટ કારોબાર જાેવા મળી રહ્યો છે. ય્ૈંહ્લ્ દ્ગૈંહ્લ્રૂ લીલા રંગમાં ખુલ્યો અને ૧૯૭૦૦ ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. આ અગાઉ ૭ ઓગસ્ટ સોમવારે સત્રના અંતે સેન્સેક્સ ૨૩૨.૨૩ અંક અનુસાર ૦.૩૫% તેજી સાથે ૬૫,૯૫૩.૪૮ અને દ્ગૈકંઅ ૮૦.૩૦ પોઇન્ટ અનુસાર ૦.૪૧% ઉછાળા સાથે ૧૯,૫૯૭.૩૦ પાર બંધ થયો હતો. એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કાઈ અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લગભગ ૧.૫ ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. યુએસ માર્કેટ ગઈ કાલે ૧.૨૫ ટકા સુધી વધીને બંધ થયું હતું. આ પહેલા ભારતીય બજારોમાં ગઈકાલે સતત બીજા દિવસે પણ ઉછાળો જાેવા મળ્યો હતો. મ્જીઈ સેન્સેક્સ ૨૩૨ પોઈન્ટ વધીને ૬૫,૯૫૩ પર બંધ રહ્યો હતો.
અમેરિકાના મેરી બજારોની સ્થિતિ પર જાે એક નજર ફેરવી જણાવીએ તો, યુ.એસ.માં ૩-દિવસના ઘટાડા પર બ્રેક લાગી, ડાઉ ૪૦૦ પોઈન્ટના અદભૂત ઉછાળા સાથે દિવસના ઉચ્ચ સ્તરે બંધ થાય છે.. ડાઉનો ૭ સપ્તાહમાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઉછાળો જાેવા મળ્યો, મોટાભાગના ક્ષેત્રોમાં ખરીદી જાેવા મળી, ૧૦-વર્ષનું બોન્ડ યીલ્ડ ૪% થી વધુ સ્થિર રહ્યું, આલ્ફાબેટ ૨.૭% વધ્યો, મેટા ૨% વધ્યો, એપલનો સ્ટોક ૧.૭% ઘટ્યો, હવે આઇફોનનું વેચાણ ઘટવાના ડરથી એપલ દબાણ હેઠળ છે.
વૈશ્વિક કોમોડિટી માર્કેટની સ્થિતિ પર જાે એક નજર ફેરવી જણાવીએ તો, ડૉલર ઇન્ડેક્સ ૧૦૨ની નજીક સ્થિર છે, ક્રૂડ ઓઈલ ૪ મહિનાની ઊંચાઈએથી સરકી ગયું, બ્રેન્ટ ૧% ઘટીને ઇં૮૬ ની નીચે, સોનામાં શોર્ટ રેન્જ ટ્રેડિંગ પર, ચાંદી ૧ મહિનાની નીચી સપાટીએ પહોંચી, બેઝ મેટલ્સની ધીમી હિલચાલ જાેવા મળી અને સાથે જ એગ્રી કોમોડિટીઝમાં મિશ્ર કારોબાર જાેવા મળ્યો.
ભારતીય બજારના આ સપ્તાહના બીજા કારોબારી દિવસે Sensex ૬૬૦૦૦ પર ખુલ્યો

Recent Comments