fbpx
અમરેલી

ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ કિ.રૂ.૨,૩૯,૪૬૦/- ના પ્રોહી. મુદ્દમાલ સાથે બે ઇસમોને પકડી પાડતા અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ

નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી નાઓને અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પરપ્રાંતીય વિદેશી દારૂ અંગેની છુપીથી હેરાફેરી કરતા અને પરપ્રાંતીય વિદેશી દારૂનું વેચાણ કરતા ઇસમો અને જીલ્લાના લીસ્ટેડ પ્રોહી બુટલેગર્સની પ્રવૃતી અંગે વોચ રાખવા અને દારૂની બદી દુર કરવા અને વ્યસન મુકત કરવા વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો કરવા સુચના આપેલ હોય. જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા અના.હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ.જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સંયુકત રીતે લાઠી તાલુકાના ટોડા ગામના ગેઇટ પાસે થી સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની એસેન્ટ રજી. નંબર જી.જે.-૧૪, એએ.-૩૧૪૩ વાળી ફોર વ્હિલ ગાડી તેમજ તેનું પાઇલોટીંગ કરતી મો.સા. સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું રજી. નંબર-જી.જે.-૧૧ બી.એમ.-૬૩૬૭ મો.સા. સાથે ફોર વ્હીલ ગાડી માંથી ગેર કાયદેસર પરપ્રાંતીય ભારતીય બનાવટ દારૂની બોટલો નંગ-22 મળી આવતા બંન્ને ઇસમો વિરૂધ્ધ વગર પાસ પરમીટ પરપ્રાંતીય ભારતીય બનાવટ ના દારૂ ની હેરા ફેરી કરવા અને કબ્જામાં રાખવા અંગેનો ગુન્હો રજી. કરેલ. 
પકડાયેલ આરોપીઃપાઇલોટીંગ કરનાર હાજીભાઇ ઇસ્માઇલભાઇ અબડા ઉ.વ.-૨૦ ધંધો. મજુરી રહે.મોટા  લીલીયા તા.મોટા લીલીયા પ્રોહી મુદ્દામાલ વેચાણથી આપનાર* રાહુલભાઇ મનસુખભાઇ પડસાલા ઉ.વ.-૩૦ ધંધો- ખેતી રહે.લુણીધાર તા.વડીયા (કુકાવાવ) જી.અમરેલી તથા *પકડવાનો બાકી આરોપીઃ-(૧) ભૈરૂ રહે.મધ્યપ્રદેશ મો.નં.૮૨૩૮૧૪૭૧૨૪ 
મળી આવેલ મુદ્દામાલઃ- પરપ્રાંતીય ભારતીય બનાવટના દારૂની  ‘‘ROYAL BAR’’ વ્હીસ્કી ૭૫૦- મી.લી ‘‘ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલી’’ પ્લાસ્ટીકની રીંગ પેક બોટલ નંગ-૨૨મોબાઇલ નંગ-૦૨ તથાસફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની એસેન્ટ રજી. નંબર જી.જે.-૧૪, એએ.-૩૧૪૩ વાળી ફોર વ્હિલ ગાડી તથામો.સા. સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું રજી. નંબર-જી.જે.-૧૧ બી.એમ.-૬૩૬૭ મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૨,૩૯,૪૬૦/- સાથે મળી આવતા ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ લાઠી પો.સ્ટે.માં ધી પ્રોહી એકટ ક. ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબ ગુન્હો રજી. કરાવવા તજવીજ કરેલ. 
આમ, મ્હે. પોલીસ અધિક્ષક નિર્લીપ્ત રાય નાઓની સુચના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ટાફ નાઓ સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ-૨૨ બોટલો સાથે બે ઇસમોને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

Follow Me:

Related Posts