ભારતીય મૂળના અજયપાલ સિંહ બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ… ૨ જૂને સંભાળશે કાર્યભાર
ભારતીય મૂળના અજયપાલ સિંહ બંગા વિશ્વ બેંકના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ ૨ જૂન, ૨૦૨૩ના રોજ કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ ૫ વર્ષનો રહેશે. વિશ્વ બેંકના ૨૫ સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડે બુધવારે અજય બંગાને તેના પ્રમુખ તરીકે ચૂંટ્યા. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને તેમને આ પદ માટે નોમિનેટ કર્યા છે. બંગા ૨ જૂને વિશ્વ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ માલપાસ નું સ્થાન લેશે. અજય બંગા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે, જેમને વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. અજય વિશ્વની સૌથી મોટી ખાનગી ઇક્વિટી કંપનીઓ પૈકીની એક જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન હતા. આ પહેલા તેઓ ક્રેડિટ કાર્ડની મુખ્ય કંપની માસ્ટરકાર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીઈઓ હતા. અજય બંગા પાસે લગભગ ૩૦ વર્ષનો બિઝનેસ અનુભવ છે.
માસ્ટરકાર્ડમાં વિવિધ ભૂમિકાઓમાં સેવા આપવા ઉપરાંત, તેમણે અમેરિકન રેડ ક્રોસ, ક્રાફ્ટ ફૂડ્સ અને ડાઉ ઇન્કના બોર્ડમાં પણ સેવા આપી છે. ૬૪ વર્ષના બંગાનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં એક સૈની શીખ પરિવારમાં થયો હતો. તેમના પિતા ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ હતા. તેમનો પરિવાર મૂળ જલંધરનો છે. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક અને ૈંૈંસ્ અમદાવાદમાંથી સ્મ્છ કર્યું છે. ભારત સરકારે વર્ષ ૨૦૧૬માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. વિશ્વ બેંકમાં ભારત સહિત ૧૮૯ દેશો સભ્ય છે. હાલમાં, તેના અધ્યક્ષ ડેવિડ માલપાસ છે, જેમની નિમણૂક ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી.
Recent Comments