અમરેલી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

દેશભરમાં ૯ ઓગષ્ટના રોજ યુવક કોંગ્રેસ દ્વારા ભારતીય યુવા કોંગ્રેસ સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષે ૬૪મા ભારતીય યુવા કોંગ્રેસસ્થાપના દિને દેશભરમાં યુવક કોંગ્રેસ દ્વારા ‘એક પેડ ભારત કે ભવિષ્ય કે લિયે’ ની મુહિમ ચલાવી રાષ્ટ્રવ્યાપી વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઇ ધાનાણીની અધ્યક્ષતામાં આજરોજ અમરેલી જિલ્લા અંધશાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંધશાળાના વિદ્યાર્થીઓને મોં મીઠા કરવામાં આવેલ હતા. આ પ્રસંગે જિલ્લા અંધશાળાના ટ્રસ્ટી દિલીપભાઇ ૫૨ીખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ તકે જિલ્લા યુવક કોંગ્રેસના તેજસ મસરાણી, હિરેન ટીમાણીયા, પ્રહલાદ સોલંકી, આશિષ જેબલીયા, પ્રકાશ લાખાણી, નીમેષ અજાણી સહિતતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts