રાષ્ટ્રીય

ભારતીય શેરબજારની લાલ નિશાન નીચે શરૂઆત બાદ તેજીસેન્સેક્સ ૭૦૯૦૦, નિફ્ટી ૨૧૨૫૦ ના સ્તર પર ફ્લેટ કારોબાર

મંગળવારે મોટા ઘટાડા સાથે શેરબજાર બંધ થયા બાદ આજે બુધવારે શેરબજારમાં કારોબારની નીરસ શરૂઆત જાેવા મળી હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા જાેકે ગણતરીના સમયમાં તેજી પરત ફરી હતી. વૈશ્વિક બજારમાંથી સ્થિર સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી ૨૧૨૫૦ ના સ્તર પર ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. એશિયન અને અમેરિકન માર્કેટમાં પણ સ્થિરતા જાેવા મળી રહી છે. આ પહેલા મંગળવારે સેન્સેક્સ ૧૦૫૩ પોઈન્ટ ઘટીને ૭૦,૩૭૦ પર બંધ થયો હતો. પરિણામોની સીઝન વચ્ચે યુએસ માર્કેટ સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું હતું.

ડાઉ જાેન્સમાં લગભગ ૯૬ પોઈન્ટનો ઉછાળો જાેવા મળ્યો હતો. ૩સ્, ય્ર્ઙ્મઙ્ઘદ્બટ્ઠહ જીટ્ઠષ્ઠરજ અને ૐર્દ્બી ડ્ઢીॅર્ંના પરિણામોમાં નબળાઈની અસર ડાઉ જાેન્સમાં જાેવા મળી છે. ચોથા ક્વાર્ટરના પરિણામો પછી દ્ગીંકઙ્મૈટ માં ૩.૨% નો વધારો જાેવા મળ્યો છે. એશિયાના મોટાભાગના બજારોમાં આજે નબળાઈ જાેવા મળી રહી છે. જાપાનનો નિક્કી લગભગ એક ચતુર્થાંશ ટકાના ઘટાડા સાથે કામ કરતો જાેવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે.

અલીબાબાના શેરમાં લગભગ ૬%ના ઉછાળા વચ્ચે આજે ચીનના બજારો લીલા રંગમાં જાેવા મળી રહ્યા છે. ગઈકાલે કેશ માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારે વેચવાલી જાેવા મળી હતી. હ્લૈંૈંએ મંગળવારે કેશ માર્કેટમાં ?૩૧૧૫.૩૯ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં ?૨૧૪.૪૦ કરોડના શેરની ખરીદી કરી હતી.

ભારતીય શેરબજાર શરૂઆતની બેલ (૨૪ જાન્યુઆરી ૨૦૨૪)
સેન્સેક્સ ઃ ૭૦,૧૬૫.૪૯ -૨૦૫.૦૫ (૦.૨૯ ટકા)
નિફ્ટી ઃ ૨૧,૧૮૫.૨૫ -૫૩.૫૫ (૦.૨૫ ટકા)

ભારતીય શેરબજાર (૨૪ જાન્યુઆરી ૨૦૨૪ ૧૦ઃ૩૪ આફ્ટર મોર્નિંગ(છસ્) )
સેન્સેક્સ ઃ ૭૦,૮૯૭.૫૫ ૫૨૭.૦૦ (૦.૭૫ ટકા)
નિફ્ટી ઃ ૨૧,૪૦૦.૭૫ ૧૬૧.૯૫ (૦.૭૬ ટકા)

Related Posts