fbpx
વિડિયો ગેલેરી

ભારતીય શેરબજારમાં છેલ્લાં દિવસે મજબૂત શરૂઆત, GIFT નિફ્ટી ૧૯૩૦૦ ની ઉપર

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે ૩ નવેમ્બરે શુક્રવારે શેરબજારમાં સારી શરૂઆત થઈ છે. શુક્રવારે વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ય્ૈંહ્લ્‌ નિફ્ટી ૧૯૩૦૦ ની ઉપર મજબૂત સ્થિતિ સાથે કારોબાર કરી રહ્યો છે. એશિયન બજારોમાં આજે જાપાનનો નિક્કી બંધ છે. હેંગસેંગ અને કોસ્પીમાં ઉછાળો નોંધાયો છે. અમેરિકન વાયદા બજારોમાં મિશ્ર કારોબાર જાેવા મળી રહ્યો છે. આ પહેલા ગુરુવારે મ્જીઈ સેન્સેક્સ ૪૮૯ પોઈન્ટ ઉછાળો બતાવીને ૬૪,૦૮૦ પર બંધ થયો હતો.. સુઝલોન એનર્જી લિમિટેડના એક શેર ૫૨ સપતાહની ઉપલી સપાટીએ પહોંચ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીના શેરના ભાવમાં ૨૦૦ ટકાનો વધારો જાેવા મળ્યો છે.આજે શેર તેજીમાં છે. નિષ્ણાતોએ પણ શેર માટે સારા અભિપ્રાય આપ્યા હતા. સેલો વર્લ્ડ આઈપીઓ શેર ફાળવણી સોમવાર ૬ નવેમ્બરના રોજ થવાની છે. ઈસ્યુ માટે અરજી કરનારા રોકાણકારો રજિસ્ટ્રારના પોર્ટલ લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને બીએસઈની વેબસાઈટ પર સેલો વર્લ્ડ આઈપીઓ ફાળવણીની સ્થિતિ ચકાસી શકે છે.

Follow Me:

Related Posts