ભારતીય શેરબજારમાં પોસ્ટ બજેટ રેલી યથાવત્!!
સેન્સેક્સ ઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૯૭.૭૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૫૦૨૩૧.૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૫૧૫.૮૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જાેવા મળ્યોપ સરેરાશ ૧૦૧૦.૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૮.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૨૫૫.૭૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર – ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૯૬.૦૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૪૭૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૧૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જાેવા મળ્યોપ સરેરાશ ૨૯૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૮.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૧૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો
સારા ગ્લોબલ સંકેતો વચ્ચે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. નાણાં પ્રધાન ર્નિમલા સીતારામન દ્વારા જાહેર કરવામાં આવેલ કેન્દ્રિય બજેટને ભારતીય શેરબજારે આવકાર્યું સાથે આગામી દિવસોમાં સુધારાને વેગ મળશે તેવી અપેક્ષાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈના સતત થઈ રહેલા રોકાણ પ્રવાહથી સેન્સેક્સ – નિફટી ફ્યુચર સતત નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી રહ્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા જાન્યુઆરી માસમાં સતત ચોથા મહિને ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં જંગી રોકાણ થતાં અને ચાલુ મહિને પણ આ વખતે કેન્દ્રિય બજેટમાં ઉદ્યોગ જગતને વધુ પ્રોત્સાહનોની જાેગવાઈઓ જાહેર થતાં ફોરેન ફંડોની સતત ખરીદી ચાલુ રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ સતત પોઝિટિવ જાેવા મળી રહ્યું છે.
વિશ્વને હચમચાવી મૂકનારા કોરોના વાઈરસના હજુ પણ વૈશ્વિક સ્તરે સંક્રમણ અને ભારતમાં પણ નવા વેવમાં સ્થિતિ નાજુક હોવા સાથે કૃષિ સુધારા મામલે ખેડૂતોના આંદોલન વચ્ચે પરિસ્થિતિ સ્ફોટક હોવા છતાં આર્થિક સુધારા મામલે કેન્દ્ર સરકાર મક્કમ હોઈ ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોનો અવિરત ખરીદી યથાવત રહેતા સેન્સેક્સ – નિફટીમાં નવા વિક્રમો સર્જાવાનું ચાલુ રહ્યું છે. આગામી નાણાં વર્ષ માટેના બજેટમાં નાણાં પ્રધાન ર્નિમલા સીતારામ દ્વારા વેરામાં ફેરફાર કર્યા વગર અને પ્રોત્સાહક પગલાં જાહેર કરતાં ભારતીય શેરબજારમાં સતત ઐતિહાસિક તેજી જાેવા મળી રહી છે. દેશની જાહેર ક્ષેત્રની બેન્કો પરથી પ્રોવિઝનિંગનો ભાર હળવો કરવાના લીધેલા સરાહનીય પગલાં તથા મૂડી ખર્ચમાં વધારો કરવાની દરખાસ્તને પરિણામે સતત ત્રીજા દિવસે બેન્ક શેરોની આગેવાની હેઠળ વિક્રમી તેજી તરફી દોટ આગળ વધી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જાેવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૦૩ અને વધનારની સંખ્યા ૧૭૮૨ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જાેવાયો ન હતો. જ્યારે ૨૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશાઃ- મિત્રો, નાણાં પ્રધાને વર્તમાન નાણાં વર્ષના અંતે દેશની રાજકોષિય ખાધ ૯.૫૦% રહેવાની ધારણાં મૂકી છે. જે ૩.૫૦%ના પ્રારંભિક અંદાજ કરતા ઘણી ઊંચી છે. એપ્રિલથી શરૂ થતા નવા નાણાં વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ના અંતે રાજકોષિય ખાધ ૬.૫૦% રહેવા બજેટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં રાજકોષિય ખાધ ૪.૫૦% સુધી લાવવા ટાર્ગેટ રખાયો છે. આરોગ્યસંભાળ તથા આર્થિક રિકવરીને અગ્ર ધોરણે ટેકો પૂરો પાડવાના સરકારના ધોરણ સમજી શકાય એમ છે પરંતુ દેશના ઊંચા જાહેર દેવા બોજને ધ્યાનમાં રાખતા રાજકોષિય અવકાશ ઘણો જ મર્યાદિત છે એમ ફીચ રેટિંગ્સના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
નાણાં નીતિની સમીક્ષા કરવા રિઝર્વ બેન્કની ૬ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની બેઠક આજરોજથી શરૂ થઈ રહી છે. બેઠકનો ર્નિણય ૫ ફેબ્રુઆરીના રોજ જાહેર થનાર છે. આ અગાઉ ગત વર્ષના મે માસમાં રિઝર્વ બેન્કે મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. ગયા વર્ષના ફેબ્રુઆરીથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને દેશની જાહેર ક્ષેત્રની બેન્કોને બળ પૂરું પાડવા બજેટમાં ખાસ બેડ બેન્ક સ્થાપવાની જાહેરાત કરી છે, ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા હવે બેન્કો માટે કેવી ભૂમિકા ભજવે છે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
Recent Comments