ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લાં કારોબારી સત્ર લાલ નિશાન નીચે શરૂઆત
આજે સપ્તાહના છેલ્લાં કારોબારી સપ્તાહમાં ભારતીય શેરબજારમાં કારોબાર લાલ નિશાન નીચે જાેવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નફાવસૂલીની અસર ભારતીય કારોબાર પર શરૂઆતી તબક્કામાં જાેવા મળી રહી છે. જાેકે સેન્સેક્સમાં ૧૫૦ અંક કરતા વધુના ઘટાડા સાથે ૬૫,૭૮૮.૭૯ -૧૯૩.૬૯ (૦.૨૯%) પર ખુલ્યા બાદ સવારે ૯.૨૮ વાગે ૧૦૦ અંક કરતા ઓછું નુકસાન દર્શાવી રહ્યો હતો. આ સમએ નિફટી પણ ૧૦ અંકના ઘટાડા સાથે ૧૯,૬૭૪.૭૫ – ૯૦.૪૫ (૦.૪૬%) પર ટ્રેડ થતો હતો.. અમેરિકન બજારમાં ગઈ કાલે સુસ્તી જાેવા મળી હતી. અમેરિકન વાયદામાં પણ આજે કોઈ કાર્યવાહી જાેવા મળી રહી નથી. ગુરુવારે દિવસના કારોબાર બાદ ડાઉ જાેન્સ ૪૬ અંક ઘટીને બંધ થયો હતો. જીશ્ઁ ૫૦૦ ઇન્ડેક્સ અને દ્ગટ્ઠજઙ્ઘટ્ઠૂ સપાટ સ્તરે બંધ થયા છે. ત્રણેય મુખ્ય સૂચકાંકો સાપ્તાહિક ધોરણે વધ્યા હતા. આ સતત ત્રીજું સપ્તાહ હશે જ્યારે તેઓ લીડમાં હશે. વાસ્તવમાં, રોકાણકારો માને છે કે ફુગાવાનો ખરાબ તબક્કો હવે પૂરો થઈ ગયો છે અને ભવિષ્યમાં ફેડરલ રિઝર્વ પણ તેના નીતિ વલણમાં ફેરફાર કરશે.
Recent Comments