ભારતીય શેરબજારમાં ૫ રૂપિયાના જેપી પાવર શેર પર ૨૩૦%નો વધારો થયો જેપી પાવર શેર કંપનીએ તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા
આવતીકાલે સોમવારે એટલે કે ૨૯ જુલાઈના આ પાવર શેર ફોકસમાં હશે. ગયા શુક્રવારે એટલે કે ૨૬મી જુલાઈના રોજ શેર ફોકસમાં હતો. કંપનીના શેરમાં ૫% સુધીનો વધારો જાેવા મળ્યો અને ૧૯.૭૫ રૂપિયા પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે કંપનીએ શનિવારે જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ પાવર શેરનો ચોખ્ખો નફો જૂન ક્વાર્ટરમાં ૮૧.૮૬ ટકા વધીને ૩૪૮.૫૪ કરોડ રૂપિયા થયો છે જે જૂન ૨૦૨૩માં પૂરા થયેલા અગાઉના ક્વાર્ટરમાં ૧૯૧.૬૫ કરોડ રૂપિયા હતો. જૂન ૨૦૨૪ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં વેચાણ ૨.૭૫% વધીને રૂ. ૧૭૫૪.૭૦ કરોડ થયું છે, જે જૂન ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા અગાઉના ક્વાર્ટરમાં રૂ. ૧૭૦૭.૮૨ કરોડ હતું.
જૂન ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશનલ આવક રૂ. ૧,૭૫,૪૭૦ હતી. માર્ચ ક્વાર્ટરમાં તે રૂ. ૧,૫૧,૪૮૩ હતી. જ્યારે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીની ઓપરેશનલ આવક ૧,૭૦,૭૮૨ હતી. જેપી પાવરના શેર છેલ્લા પાંચ દિવસમાં ૧૧% વધ્યા છે. આ વર્ષે રૂ્ડ્ઢ સ્ટોક ૩૫% વધ્યો છે. આ સ્ટોક એક વર્ષમાં ૨૩૦% અને પાંચ વર્ષમાં ૯૩૫% વધ્યો છે. એક વર્ષ પહેલા આ શેરની કિંમત ૫ રૂપિયા હતી. જાે કે, લાંબા ગાળામાં આ શેરમાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે અને વર્ષ ૨૦૦૮થી અત્યાર સુધીમાં આ શેર ૧૨૩ રૂપિયાથી ઘટીને હાલના ભાવ સુધી આવી ગયો છે. તેની ૫૨ સપ્તાહની ઊંચી કિંમત ૨૩.૯૯ રૂપિયા છે અને ૫૨ સપ્તાહની નીચી કિંમત રૂપિયા ૫.૯૫ છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. ૧૩,૪૭૩.૯૦ કરોડ છે.
Recent Comments