ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા”માં શ્રી કે.કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધિ
તારીખ ૨૯-૯ – ૨૦૨૩ને શનિવારના રોજ સમગ્ર સાવરકુંડલા તાલુકાની જુદી જુદી શાળાઓમાં “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા”નું આયોજન થયેલું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શ્રી કે. કે હાઈસ્કૂલના ધોરણ ૧૨ આર્ટસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બતારડા ગોપાલ અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખરેડીયા અહાનાબેન સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે અને તારીખ ૩૧-૧૨-૨૩ના રોજ ચલાળા મુકામે જિલ્લા કક્ષાએ પરીક્ષા માટે જશે.
સમગ્ર પરીક્ષાનું સંચાલન અને માર્ગદર્શન શાળાના સુપરવાઇઝર કમલેશભાઈ ગોંડલીયાએ આપ્યું હતું. પ્રથમ નંબર મેળવનાર બંને વિદ્યાર્થી ભાઈ-બહેનને શાળાના પ્રિન્સિપાલ ચેતનકુમાર ગુજરીયાએ તથા શ્રી નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓએ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
Recent Comments