fbpx
રાષ્ટ્રીય

ભારતીય સેનાએ આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું, ટિફિનમાં ગ્રેનેડ મળ્યા

ભારતીય સેનાએ ભારત-પાકિસ્તાનની અંકુશ રેખા (એલ.ઓ.સી) પર પુંછ જિલ્લાના દેગવાર સેક્ટરમાં આતંકવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સેનાએ હથિયારોનો જંગી કન્સાઇનમેન્ટ રિકવર કર્યો છે. બેગની અંદર એક ટિફિન હતું જે બાળકોના સ્કૂલના ટિફિન જેવું લાગતું હતું. તેમાં ગ્રેનેડ અને ૈંઈડ્ઢ (્‌ૈકકૈહ મ્ર્દ્બહ્વ) રાખવામાં આવ્યા હતા અને બેગમાંથી એક વાયરલેસ સેટ પણ મળી આવ્યો હતો. આતંકીઓએ વહેલી સવારે દેગવાર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એલઓસી પાસે સૈન્યના સતર્ક જવાનોને જાેઈને તે પાછા ફર્યા હતા. પરંતુ એક થેલી કોર્ડન પાસે રહી ગઈ હતી. એવું માનવામાં આવે છે કે કેટલાક ઓવરગ્રાઉન્ડ કામદારો પાસેથી તે મેળવવાની સંભાવના હતી. પરંતુ ચુસ્ત બંદોબસ્તના કારણે સેના દ્વારા એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવાયું હતું અને આ હથિયારો મળી આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓને ઘણા સમયથી માહિતી મળી રહી હતી કે પૂંચના દેગવાર સેક્ટરમાં સરહદ પાર પાકિસ્તાની આર્મી ચોકીઓ પાસે શંકાસ્પદ હિલચાલ જાેવા મળી રહી છે.

જેના કારણે સમગ્ર વિસ્તારને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો હતો. દિવસ હોય કે રાત, એલઓસી પાસે તારંબડીનો આખો વિસ્તાર સેનાની નજરમાં હોય છે. ખાસ કરીને શિયાળાની ઋતુ પહેલા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. એવા ઇનપુટ છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈં સરહદ પારથી મોટી ઘૂસણખોરીની તૈયારી કરી રહી છે અને પાકિસ્તાની સેના આ આતંકવાદીઓને પાર મોકલવા માટે નવા લોન્ચિંગ પેડ્‌સ લાવી છે. પુંછ જિલ્લાના ઘણા એવા વિસ્તારો છે જ્યાં આતંકવાદીઓની ઘૂસણખોરી માટેના કેટલાક એવા રસ્તા છે, જે શિયાળાની ઋતુમાં હિમવર્ષાને કારણે બંધ થઈ જાય છે. આ જ કારણ છે કે હવેથી આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ ચાલુ છે. દેગવાર સેક્ટરમાં, પીઓકેના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી કેટલીક શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી.

Follow Me:

Related Posts