fbpx
રાષ્ટ્રીય

ભારતીય સેના માટે ૧૧૮ અર્જુન ટેન્ક ખરીદવાનો ઓર્ડર


આ ટેન્ક ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે. હેવી વ્હીકલ ફેક્ટરીને મળેલા આ ઓર્ડરથી એમએસએમઇ સહિત ૨૦૦થી વધુ ભારતીય કંપનીઓ માટે સંરક્ષણ નિર્માણમાં એક મોટી તક ઉપલબૃધ બનશે અને ૮૦૦૦ લોકોને રોજગારીની તકો ઉપલબૃધ બનશે.સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન આર્મી માટે૧૧૮ મેઇન બેટલ ટેન્ક(એમબીટી) અર્જુન ખરીદવા માટે રૂ. ૭૫૨૩ કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. સંરક્ષણ મંત્રાલયે અર્જુન એમકે-૧એ ટેન્ક ખરીદવાનો ઓર્ડર હેવી વેહિકલ્સ ફેક્ટરી(એચવીએફ), અવાડી, ચેન્નાઇને આપ્યો છે. ઉલ્લેખનીય છે કે એમબીટી એમકે-૧એ અર્જુન ટેન્કનું નવું મોેડેલ છે. જેમાં ૭૨ નવી વિશેષતાઓ અને એમકે-૧ મોડેલ કરતા વધારે સ્વદેશી ઉપકરણો છે

. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન આર્મી માટે૧૧૮ મેઇન બેટલ ટેન્ક(એમબીટી) અર્જુન ખરીદવા માટે હેવી વેહિકલ્સ ફેક્ટરી (એચવીએફ), અવાડી, ચેન્નાઇને ઓર્ડર આપ્યો છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૭૫૨૩ કરોડ રૂપિયાના આ ઓર્ડરથી સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલને વેગ મળશે અને આ આર્ત્મનિભર ભારતની દિશામાં એક મોેટું પગલું ગણાશે. મંત્રાલયે જણાવ્યું છે કે આ ટેન્ક દિવસ અને રાતના સમયે લક્ષ્યાંકને વિંધ્વાની સાથે તમામ પ્રકારના વિસ્તારોમાં સહજ ગતિશિલતા સુનિશ્ચિત કરશે.

Follow Me:

Related Posts