fbpx
રાષ્ટ્રીય

ભારતીય સૈન્યને કાશ્મીર ઘાટીમાં આતંકવાદને કાબૂમાં લેવામાં મોટી સફળતા મળીસંતાતા ફરતા જીવતા રહેલા આતંકવાદીઓની કુલ સંખ્યા ઘટીને ૫૦થી ઓછી થઈ

જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સૈન્યે, આતંકવાદની કમર તોડવામાં દેશ અને વિશ્વના દળોમાં એક હાઇટેક ફોર્સ તરીકે ઉભરી રહ્યાં છે. જેના કારણે સુરક્ષા દળોને કાશ્મીર ઘાટીમાં આતંકવાદને કાબૂમાં લેવામાં મોટી સફળતા મળી રહી છે. કાશ્મીર ખીણમાં પહેલીવાર એવું જાેવામાં આવી રહ્યું છે કે, સંતાતા ફરતા જીવતા રહેલા આતંકવાદીઓની કુલ સંખ્યા ઘટીને ૫૦થી ઓછી થઈ ગઈ છે. જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા માત્ર ૨૫ની આસપાસ છે. જ્યારે વિદેશી અથવા ખાસ કરીને પાકિસ્તાની મૂળના આશરે ૨૫ આતંકવાદીઓની સંખ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે કોઈ મોટુ એન્કાઉન્ટર જાેવા મળ્યું નથી અને આનો શ્રેય હાલમાં જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા શ્રીનગરમાં અપનાવવામાં આવી રહેલી આધુનિક ટેક્નોલોજીને ફાળે જાય છે. જમ્મુ-કાશ્મીર પોલીસે અગાઉ તમામ મહત્વના રસ્તા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં સીસીટીવી લગાવવાનું ફરજિયાત બનાવ્યું હતું. તે પછી, પોલીસે હ્લઇ્‌ એટલે કે ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. જેના દ્વારા પોલીસને કોઈપણ વોન્ટેડ આતંકવાદી ગમે ત્યાં દેખાય કે તરત જ તેની માહિતી મળી જાય છે.

હવે જમ્મુ-કાશ્મીર પોલીસ સર્વે હેઠળ શ્રીનગરમાં રહેતા તમામ ઘરો અને તેમના સભ્યોનો ડેટા એકત્ર કરી રહી છે. આ હેઠળ, શ્રીનગરમાં રહેતા તમામ ઘરોના રેખાંશ અને અક્ષાંશ સંકલન પણ રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. તેમજ આ સર્વે હેઠળ પરિવારો પાસેથી તેમના સભ્યો વિશે પણ માહિતી માંગવામાં આવી રહી છે. જેથી આવી વ્યક્તિઓ પર નજર રાખી શકાય. જાે સૂત્રોનું માનીએ તો, કોઓર્ડિનેટ લોકેશન કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને શોધવામાં પોલીસનો સમય બચાવશે, તે જે વિસ્તારમાં છે અને તેની ક્રિયાઓ અને તેના સહાયક, જાે કોઈ હોય તો તેના પર સ્પષ્ટ નજર રાખવામાં પણ મદદ કરશે.

મળતી માહિતી મુજબ, ટેક્નોલોજીની મદદથી જમ્મુ-કાશ્મીર પોલીસ શ્રીનગરમાં પોતાનો દબદબો બનાવવામાં સફળ રહી છે અને શ્રીનગરમાં રહેતો માત્ર એક જ આતંકવાદી બચ્યો છે કારણ કે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપ્યાના થોડા કલાકોમાં જ પોલીસ તેની ધરપકડ કરી લે છે. ૭ ફેબ્રુઆરીએ શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં બે બિન-સ્થાનિક પંજાબના રહેવાસીઓ પર થયેલા હુમલા બાદ જાેવા મળ્યું છે કે કેવી રીતે મુખ્ય આરોપી ૪૮ કલાકથી ઓછા સમયમાં પકડાઈ ગયો. દરેક ખૂણે લાગેલા ઝ્રઝ્ર્‌ફ અને હ્લઇ્‌ને કારણે. પોલીસે અપનાવેલી ટેકનોલોજીને કારણે આતંકવાદીઓ અને ર્ંય્ઉજ કોઈપણ ગતિવિધિને અંજામ આપતી વખતે અથવા હાથ ધરતી વખતે ઘણો ભય અનુભવી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના છડ્ઢય્ઁ (કાયદો અને વ્યવસ્થા) કહે છે કે, કાશ્મીર ખીણમાં માત્ર ૨૫ સ્થાનિક આતંકવાદીઓ સક્રિય છે. જેમાંથી માત્ર એક રાજ્યની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં સક્રિય છે. તેમણે કહ્યું કે, આ સિવાય લગભગ ૨૫-૩૦ વિદેશી આતંકવાદીઓ પણ છે, જેઓ ખીણમાં સક્રિય છે અને સંભવતઃ જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, ૭ ફેબ્રુઆરીએ શ્રીનગરમાં પંજાબના બે નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો આતંકવાદી આદિલ મંજૂર લંગૂએ કર્યો છે, જેની પોલીસે હાલમાં ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે તે શ્રીનગરના જલ ડાગર વિસ્તારનો છે. એડીજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો અને સતત સંપર્કમાં હતો.

Follow Me:

Related Posts