કોમેડિયન ભારતી સિંહે જ્યારથી પુત્રને જન્મ આપ્યો છે, ત્યારથી ચારેબાજુ તેણી ચર્ચાઓ ચાલી રહી છે. હાલ ભારતીના તમામ ફેન્સ તેના લાડલા પ્રિન્સ ગોલાની એક ઝલક મેળવવા આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આખરે ફેન્સ જાણવા માંગે છે કે ભારતી અને હર્ષનો લિટલ મંચકિન કેવો દેખાય છે? ભારતી સિંહે પોતાના પુત્રનો ચહેરો તો હજુ સુધી પોતાના ફેન્સ સામે રિવીલ કર્યો નથી, પરંતુ આદિત્ય નારાયણે જણાવી દીધું છે કે આખરે કોમેડિયનનો પુત્ર કેવો લાગે છે. આદિત્ય ભારતી અને હર્ષ ખુબ જ નજીકના મિત્રો છે અને ઘણી વખત તેઓ સાથે કામ કરતા પણ નજરે પડ્યા છે. આદિત્ય તે લકી લોકોમાંથી એક છે, જે ભારતીના લિટલ પ્રિન્સને જાેઈ ચૂક્યા છે. આદિત્યએ જણાવી દીધું છે કે ભારતી અને હર્ષનો પુત્ર ગોલા કેવો દેખાય છે. આદિત્ય નારાયણે જણાવ્યું છે કે, હું ભારતીને મારી બહેન અને હર્ષને ભાઈની જેમ માને છે.
તેમણે એવું પણ જણાવ્યું કે, અમારા બાળકોની જન્મ તારીખમાં માત્ર ૪૦ દિવસનો ગેપ છે. આદિત્ય નારાયણની પુત્રીનો જન્મ ૨૪ ફેબ્રુઆરીએ થયો હતો, જ્યારે ભારતી અને હર્ષના પુત્રનો જન્મ ૩ એપ્રિલે થયો છે. આદિત્ય નારાયણે જણાવ્યું કે, જ્યારે તેઓ એક બીજાને મળે છે ત્યારે પોતપોતાના બાળકો વિશે ચર્ચા કરીએ છીએ. આદિત્ય એ જણાવ્યું કે, હું જ્યારે ભારતી અને હર્ષને મળું છું ત્યારે ગોલાનો વીડિયો જાેવું છું. આદિત્યને ગોલા એકદમ ક્યૂટ લાગે છે. ભારતીના પુત્ર ગોલા વિશે વાત કરતાં તેમણે કહ્યું- હજી સુધી તેની આઈબ્રો આવી નથી… તે ખૂબ જ ક્યૂટ અને એડોરેબલ છે. આદિત્યની આ વાત સાંભળ્યા બાદ તો ભારતી અને હર્ષના પુત્રને જાેવા માટે ફેન્સની આતુરતા અનેક ઘણી વધી ગઈ છે. ફેન્સ માત્ર ગોલાની એક ઝલક જાેવા માટે આતુર છે. તમને જણાવી દઈએ કે ભારતી અને હર્ષ પોતાના પુત્રને પ્રેમથી ગોલા તરીકે સંબોધે છે, કારણ કે તે ગોલૂ-મોલૂ અને ઘણો ક્યૂટ છે. હવે ભારતી ક્યારે પોતાના પુત્રનો ચહેરો રિવીલ કરીને ફેન્સની ઈચ્છાને પુરી કરશે, તેની દરેક રાહ જાેઈ રહ્યા છે.
Recent Comments