ગુજરાત

ભારતી બાપુએ સરખેજ આશ્રમ મારા નામે કર્યો છે તેના માટે જે કરવું પડશે તે કરીશ: હરિહરાનંદબાપુ

જૂનાગઢ અને સરખેજ ભારતી આશ્રમ ના મહંત હરિહરાનંદ બાપુ ગુમ થયા બાદ નાશિકથી મળી આવ્યા બાદ ગતરાત્રે જુનાગઢ આશ્રમે પહોંચ્યા હતા અને આજે તેઓએ જણાવ્યું હતું કે મારા ગુરુ  બ્રહ્મલીન ભારતી બાપુએ સરખેજ આશ્રમ મારા નામે કર્યો છે એટલે તેના માટે જે કાંઈ પણ કરવું પડશે તે કરીશ જૂનાગઢ અને સરખેજ આશ્રમના મહંત વિવાદથી કંટાળી વડોદરા થી ગુમ થયા બાદ નાસિક થી મળી આવ્યા હતા જૂનાગઢના ભવનાથમાં આવેલા આશ્રમ ખાતે પહોંચ્યા હતા જે તેઓએ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું ને હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે બ્રાહ્મણ વિશ્વંભર ભારતી બાપુએ સરખેજ આશ્રમ મારા નામે કર્યો છે એટલે તેના માટે જે કરવાનું થશે તે હું કરીશ આગામી બે-ત્રણ દિવસમાં સાધુ-સંતો શિષ્યો તેમજ ટ્રસ્ટીઓની બેઠક યોજી પરામર્શ કરવામાં આવશે ત્યાર બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય કરવામાં આવશે આમ સરખેજ અને સનાથળ આશ્રમ જ વિવાદ નો મુખ્ય કારણ છે ત્યારે આગામી સમયમાં આ મામલે નિરાકરણ આવે છે કે વિવાદ વધુ વકરે છે તે જોવું રહ્યું

Related Posts