ભારતે અત્યાર સુધી ૩૩૮ કરોડ રૂપિયાની કિંમતની કોરોના રસીની નિકાશ કરીઃ સરકાર
સરકારે શુક્રવારે જણાવ્યું કે ભારતે અત્યાર સુધી લગભગ ૩૩૮ કરોડ રૂપિયાની કિંમતની કોવિડ-૧૯ રસીની નિકાશ કરી છે, વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે પ્રશ્ન કાળ દરમિયાન પુરક સવાલોનાં જવાબમાં રાજ્યસભાને જણાવ્યું કે ૮ ફેબ્રુઆરી સુધી ભારતે લગભગ ૩૩૮ કરોડ રૂપિયાનાં મુલ્યનાં કોવિડ-૧૯ રસીની નિકાશ કરી છે.
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે નિકાશમાં મિત્ર દેશોને ભારતની માનવીય મદદ અને વેપારી નિકાશ પણ સામેલ છે, તેમણે કહ્યું કે રસીનાં ડોઝની નિકાશ જાન્યુઆરીમાં શરૂ કરી હતી, તેમણે કહ્યું કે ભારતે પહેલા રસીની સ્થાનિક જરૂરીયાતોને ધ્યાનમાં રાખી છે, અને તેના આધાર પર મિત્ર દેશોને રસી આપી રહ્યું છે.
ગોયલે કહ્યું કે સરકારે સીરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ, હૈદરાબાદને કોવિડ-૧૯ રસીનાં નિર્માણ માટે મંજુરી આપી દીધી છે, તેમણે કહ્યું કે રાષ્ટ્રિય રસીકરણ કાર્યક્રમ હેઠળ કોવિડ રસીની પુરતી ઉપલબ્ધી નક્કી કરવા માટે ભારત સરકારે સંબંધીત વિભાગો અને રસીનું ઉત્પાદન વચ્ચે નિયમિત આધારે વાતચીત દ્વારા સમન્વય નિર્ધારીત કર્યો છે.
Recent Comments