અફઘાનિસ્તાનમાં વર્તમાન સ્થિતિને જાેતા ત્યાંથી ભારત આવવાની ઇચ્છા રાખનારા અફઘાન નાગરિકોની અરજીઓ પર જલદી ર્નિણય માટે વિઝાની નવી શ્રેણીની મંગળવારના ગૃહમંત્રાલયે જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનાં તાલિબાનના સત્તા પર કબજાે જમાવ્યાના ૨ દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ગૃહમંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે, ગૃહમંત્રાલયે અફઘાનિસ્તાનમાં વર્તમાન સ્થિતિને જાેતા વિઝા જાેગવાઈઓની સમીક્ષા કરી છે.
ભારતમાં પ્રવેશ માટે વિઝા અરજીઓ પર જલદી ર્નિણય લેવા માટે ઇ-ઇમરજન્સી અને અન્ય વિઝાની નવી શ્રેણી બનાવવામાં આવી છે. હજારો અફઘાન નાગરિકો સોમવારના કાબુલના એરપોર્ટ પર ઉમટી પડ્યા. આમાંથી કેટલાક તાલિબાનથી બચીને ભાગવા માટે સેનાના એક વિમાન પર ચઢી ગયા. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે, અંધાધૂંધીની સ્થિતિમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તમામ દેશો પોત-પોતાના દેશોને ત્યાંથી સુરક્ષિત નીકાળવામાં લાગ્યા છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તમામ દેશ પોત-પોતાના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત નીકાળવામાં લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીયો ફસાયેલા છે. જાે કે સરકાર તરફથી આ લોકોની સંખ્યા વિશે જણાવવામાં આવ્યું નથી. ભારતીય વાયુસેનાના ૨ વિમાનો કાબુલથી ભારતીય દૂતાવાસના તમામ કર્મચારી, રાજદૂત અને લોકોને પરત લાવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે જારી કર્યા હેલ્પલાઈન નંબર
અફઘાનિસ્તાનમાં બગડતી પરિસ્થિતિને જાેતા ભારતીય વિદેશ મંત્રાલયે ત્યાંથી ભારતીયને નીકાળવા માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યુ કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે અફઘાનિસ્તાન સેલ બનાવવામાં આવી છે. જાે કોઈને પણ મદદ જાેઈએ તો તેઓ ફોન કે ઈમેલ કરી શકે છે. અગાઉ અરિંદમ બાગચીએ જણાવ્યુ હતુ કે ભારત પહેલેથી જ અફઘાન શીખ અને હિંદુ સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં છે.
કાબુલના ગુરુદ્વારામાં ૩૨૦થી વધુ હિન્દુ-સિખોએ શરણ લીધી
કાબુલના ગુરુદ્વારામાં ૩૨૦થી વધુ હિન્દુ-સિખોએ શરણ લીધી દિલ્હી સિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મનજિંદર સિંહ સરસાએ દાવો કર્યો કે કાબુલના ગુરુદ્વારાકરતા પરવનમાં કેટલાય હિન્દુઓ અને સિખોએ શરણ લીધી છે. તેમણે જણાવ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં સિખો અને હિન્દુઓ સહિત અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષાને લઈને કાબુલ ગુરુદ્વારા કમિટીના અધ્યક્ષ સાથે સતત સંપર્કમાં છે. મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું કે, ‘હું કાબુલ ગુરુદ્વારા કમિટીના અધ્યક્ષ અને સંગત સાથે સતત સંપર્કમાં છું. તેમણે મને જણાવ્યું કે ૩૨૦થી વધુ લોકો કરતા પરવન ગુરુદ્વારામાં છે. જેમાં ૫૦ જેટલા હિન્દુઓ અને ૨૭૦થી વધુ સિખ છે.
Recent Comments