રાષ્ટ્રીય

ભારતે ગૂગલ પર લગાવ્યો ૧,૩૩૭.૭૬ કરોડ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ?..

દુનિયામાં સૌથી મોટી ઇન્ટરનેટ સર્વની સુવિધા આપનારી અમેરિકી કંપની ગૂગલ પર કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ૧,૩૩૭.૭૬ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ વાતાવરણમાં મજબૂત માર્કેટ પોઝિશનનો દુરુપયોગ કરવા બદલ ગૂગલ પર આ દંડ ફટકાર્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) એ પ્રમુખ ઈન્ટરનેટ કંપનીને અયોગ્ય કારોબારી ગતિવિધિઓને રોકવા અને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. પંચે ગુરુવારે સત્તાવાર જાણકારીમાં કહ્યું કે ગૂગલને એક નિર્ધારિત સમય મર્યાદાની અંદર પોતાની કામકાજની રીતને સંશોધિત કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.

૨૦૧૮ માં લાગ્યો હતો દંડ?… આ પહેલા ઝ્રઝ્રૈં આદેશ પ્રમાણે ૮ ફેબ્રુઆરી ૨૦૧૮માં પણ ગૂગલ પર ૧૩૫.૮૬ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે પણ તેની પાછળ સીસીઆઈએ ગૂગલને ઓનલાઇન સર્ચ અને જાહેરાત બજારમાં પોતાની મજબૂત સ્થિતિનો દુરૂપયોગ કરવામાં દોષી ઠેરવ્યું હતું. તમને જણાવી દઈએ કે ય્ર્ર્ખ્તઙ્મી પર દંડની રકમ ૧૩૫.૮૬ કરોડ રૂપિયા હતી, જે નાણાકીય વર્ષ ૨૦૧૩, ૧૪ અને ૧૫માં ભારતમાં કંપની દ્વારા કમાયેલી સરેરાશ આવકના ૫ ટકા છે.

Related Posts