રાષ્ટ્રીય

ભારતે ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મુકતા ચીને આ નિર્ણયના કર્યા વખાણ

તાજેતરમાં દેશની કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં નિકાસ પર વિદેશોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારત ઘઉંનું નિકાસ કરનાર બીજા નંબરનો દેશ છે. ત્યારે 7 શક્તિશાળી દેશોના સંગઠન એવા જી-7 દ્વારા ઘઉંના નિકાસ પર ભારતે લગાવવામાં આવેલા પ્રતિબંધની ટીકાઓ કરવામાં આવી રહી છે ત્યાં બીજી બાજુ પહેલીવાર ચીને ભારતના આ મામલે વખાણ કર્યા છે. ભારતના નિર્ણયનું સમર્થ કરતા ચીને જી-7 દેશોના વલણ પર સવાલો ઉઠાવ્યા હતા. ચીને ભારતની તરફેણ કરતા સૌ કોઈ ચોંકી ગયા છે. ચીને જે રીતે ભારતનો બચાવ કર્યો છે તેને જોતા સવાલો ઉભા થઈ રહ્યા છે.

ચીનના આ વલણથી અચાનક જ બદલાવ કેમ, ખાસ કરીને આ બાબતે એવું માનવામાં આવે છે કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધના મુદ્દે ચીન દ્વારા ભારતને સમર્થન આપવા પાછળ બે મુખ્ય કારણો છે ચીનમા થનારી બ્રિક્સ સંમેલન છે જેમાં વડાપ્રધાન મોદી આ બેઠકમાં ભાલ લે, આ ઉપરાંત ભારત સાથેનો ઝડપથી વધી રહેલો વેપાર પણ છે. આ વેપારને ચીન આગામી સમયમાં ક્યારેય ઘટાડવા નથી માંગતું. ખાસ કરીને આ બે કારણો મહત્વના છે. બ્રિક્સ સંમેલનમાં ચીને જે સમર્થન રશિયાનું કર્યું છે તેને જોતા અન્ય દેશો ટીકા કરી રહ્યા છે. ત્યારે ભારતે પણ કોઈના પણ પક્ષમાં અગાઉ વોટીંગ યુદ્ધ મામલે કર્યું નહોતું જેથી ચીનને આ મામલે આબાદ બચાવ કરવા મળે. આમ વિવિધ કારણોથી ચીન અત્યારે ભારતના આ નિર્ણયની તરફેણ કરી રહ્યું છે.

Related Posts