રાષ્ટ્રીય

“ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે” : પીએમ મોદીએ ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કર્યો

રશિયા બાદ ઓસ્ટ્રિયાની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ બુધવારે વિયેનામાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે ભારત-ઓસ્ટ્રિયા સંબંધો, લોકશાહી, તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી જેવા મુદ્દાઓ વિશે વાત કરી હતી. ઁસ્એ ભારતીય સમુદાયને કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. હું અહીં જે ઉત્સાહ જાેઉં છું તે ખરેખર અદ્ભુત છે. ૪૧ વર્ષ પછી અહીં કોઈ ભારતીય વડાપ્રધાન આવ્યા છે. પોતાના સંબોધનમાં પીએમએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત એ દેશ છે જેણે વિશ્વને બુદ્ધ આપ્યા છે. પીએમના સંબોધન દરમિયાન સમગ્ર સભાગૃહ ‘મોદી મોદી’ના નારાથી ગુંજી ઉઠ્‌યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે તમારી વચ્ચે ઘણા લોકો હશે (ઓસ્ટ્રિયામાં ભારતીય સમુદાય) જેમના માટે કોઈ વડાપ્રધાન તેમના જન્મ પહેલા ભારતમાંથી આવ્યા હશે. હવે આ પ્રતિક્ષાનો અંત આવ્યો છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આ સ્વાગત માટે હું ચાન્સેલર નેમારનો આભાર માનું છું. લોકોને સંબોધતા પીએમએ કહ્યું, તમારું અહીં આવવું એ દર્શાવે છે કે અહીં વસેલા ભારતીયો ઓસ્ટ્રિયા માટે કેટલા ખાસ છે. મિત્રો, ભૌગોલિક રીતે ભારત અને ઓસ્ટ્રિયા પૃથ્વીના અલગ-અલગ છેડે છે, છતાં પણ આપણા બંને દેશો વચ્ચે ઘણી સામ્યતાઓ છે. લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસન માટે આદર બંને દેશોની તાકાત છે.

પીએમએ કહ્યું કે ચૂંટણી બંને દેશોના મૂલ્યો બતાવવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. ભારતમાં આપણે લોકશાહીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે. ભારતમાં વિશ્વની સૌથી મોટી ચૂંટણી યોજાઈ છે. આજે વિશ્વના લોકો ભારતમાં ચૂંટણી વિશે સાંભળીને આશ્ચર્યચકિત છે. જે ચૂંટણી થોડા અઠવાડિયા પહેલા જ પૂરી થઈ હતી. તેમાં ૬૫૦ મિલિયનથી વધુ લોકોએ પોતાનો મત આપ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ આનો અર્થ ૬૫ ઑસ્ટ્રિયા છે. આટલી મોટી ચૂંટણીની કલ્પના કરો પણ પરિણામો થોડા કલાકોમાં જ સ્પષ્ટ થઈ જાય છે. આ આપણી લોકશાહીની તાકાત છે. ૬૦ વર્ષ બાદ ભારતને સતત ત્રીજી વખત સરકાર બનવાની તક મળી છે.

પીએમએ કહ્યું કે લગભગ ૨૦૦ વર્ષ પહેલા વિયેનામાં સંસ્કૃત ભણાવવામાં આવતી હતી. ૧૮૮૦માં ઈન્ડોલોજી માટે સ્વતંત્ર ખુરશીની સ્થાપના સાથે તેને વધુ પ્રોત્સાહન મળ્યું. મને આજે કેટલાક પ્રતિષ્ઠિત ઈન્ડોલોજિસ્ટ્‌સને મળવાની તક મળી, તેઓની ચર્ચાઓ પરથી સ્પષ્ટ થયું કે તેઓને ભારતમાં ખૂબ રસ છે. આજે, ૧૫૦થી વધુ ઑસ્ટ્રિયન કંપનીઓ ભારતના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે. ઑસ્ટ્રિયન કંપનીઓ ઘણા પ્રોજેક્ટ્‌સમાં કામ કરી રહી છે. એવી અપેક્ષા છે કે આવનારા સમયમાં અહીંની કંપનીઓ ભારતમાં વિસ્તરણ કરશે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે, ભારત હંમેશા શાંતિ અને સમૃદ્ધિની વાત કરે છે. અમે ૨૦૧૪માં ભારતની અર્થવ્યવસ્થા ૧૦માં નંબર પર હતી. અમે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવીશું. ભારતમાં દરરોજ બે નવી કોલેજાે ખુલે છે.

Follow Me:

Related Posts