ભારતે સૌથી ખતરનાક મિસાઇલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કર્યું
ભારતે પોતાની સૌથી ખતરનાક મિસાઇલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા સૂત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતે આજે સફળતાપૂર્વક અગ્નિ-૫ પરમાણુ-સક્ષમ અંતરમહાદ્રીપીય બૈલિસ્ટિક મિસાઇલ (ૈંઝ્રમ્સ્) નું નાઇટ ટ્રાયલ કર્યું, જે ૫૦૦૦ કિલોમીટરથી વધુના લક્ષ્યને ભેદી શકે છે. ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપથી પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણમાં ડમી વોર-હેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણને નવી તકનીકો અને ઉપકરણો સાથે આપવામાં આવ્યું હતું. આ મિસાઇલ પહેલાથી હલકી છે. તેની સાથે આ પણ માહિતી આપવામાં આવી છે કે આ પરીક્ષણને જરૂર પડવા પર અગ્નિ-૫ મિસાઇલની શ્રેણીની ક્ષમતા વધારવી છે. ભારત આ મિસાઇલના સફળ પરીક્ષણ પછી ચાઇના ચિંતામાં આવી શકે છે. અગ્નિ-૫ ને સ્વદેશી સંરક્ષણ ક્ષેત્રની દિગ્ગજ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડ્ઢઇર્ડ્ઢં) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષણ પહેલા સત્તાવાળાઓએ એક સૂચના જારી કરી હતી અને બંગાળની ખાડીને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. ભારત લાંબા સમયથી અગ્નિ-૫ પરીક્ષણની યોજના બનાવી રહ્યું છે, કારણ કે આ ભારતમાં વિકસિત મધ્યમ અને લાંબા અંતરની પરમાણુ-સક્ષમ બૈલિસ્ટિક મિસાઇલોની સિરીઝની પાંચમી મિસાઇલ હશે. મિસાઇલનું પહેલીવાર પરીક્ષણ વર્ષ ૨૦૧૨માં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પરીક્ષણ વર્ષ ૨૦૧૩, વર્ષ ૨૦૧૫, વર્ષ ૨૦૧૬, વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૨૧માં કરવામાં આવ્યું હતું. આ મિસાઇલને સબમરીનથી પણ લોન્ચ કરી શકાય છે. અગ્નિ-૫ મિસાઇલ ૫,૦૦૦ કિલોમીટરની રેન્જમાં હુમલો કરવામાં સક્ષમ છે. આ રેન્જમાં ચીનથી લઈને રશિયા જેવા દેશ આવે છે. આ સૌથી મોટું કારણ છે જે ચીનને પરેશાન કરે છે. આ સિવાય તે ૧૩૬૦ કિલોગ્રામ વજનના હથિયાર લઈ જવા સક્ષમ છે.
Recent Comments