fbpx
રાષ્ટ્રીય

ભારતે ૧૬ ડિસેમ્બરના દિવસે યુદ્ધમાં પાકિસ્તાનને ભણાવ્યો હતો પાઠ!..જાણો શું છે આ ઘટના

આજે સમગ્ર દેશ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. વર્ષ ૧૯૭૧માં આજના દિવસે જ ભારતને પછાડવા માટે આવી પહોંચેલી પાકિસ્તાનની એક મોટી સેનાને આપણા મુઠ્ઠીભર સૈનિકોએ હાડકાખોખરા કરી નાખ્યા હતાં. ૧૯૭૧ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનને પણ આઝાદી મળી હતી જે આજે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. આ યુદ્ધ બાદ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ એ કે નિયાજીએ પોતાની સેનાના લગભગ ૯૩૦૦૦ સૈનિકો સહિત ભારતીય સેના સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ભારત માટે ઐતિહાસિક અને દરેક દેશવાસીના મનમાં ઉમંગ પેદા કરનારું સાબિત થયું. આ વિજય દિવસ પર આપણે જાણીએ કે ભારતે કેવી રીતે આ યુદ્ધ જીત્યું હતું. તે સમયે બાંગ્લાદેશનું કોઈ અસ્તિત્વ ન હતું.

પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયેલું હતું. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. ૩ ડિસેમ્બર, ૧૯૭૦ના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ થઈ. પૂર્વ પાકિસ્તાનની રાજનીતિક પાર્ટી અવામી લિંગે ૬૯માંથી ૧૬૭ બેઠકો જીતી અને આ રીતે ૩૧૩ સભ્યોવાળી પાકિસ્તાનની સંસદ મજલિસ એ શૂરામાં પણ બહુમત મેળવ્યું. અવામી લીગના નેતા શેખ મુજીબ ઉર રહેમાને સરાકર બનાવવા માટે રજુઆત કરી હતી જે પીપીપીના નેતા ઝુલ્ફિકાર અલી ભૂટ્ટોએ સ્વીકારી નહતી. યાહિયા ખાનેપૂર્વી પાકિસ્તાનમાં વિદ્રોહીઓને કચડી નાખવા માટે પશ્ચિમ પાકિસ્તાનના પ્રમુખ સેનાપતિને આદેશ જારી કર્યાં. પાકિસ્તાની સેનાએ ૨૫ માર્ચ ૧૯૭૧ના રોજ ઢાકા અને આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી દીધી.

પાકિસ્તાને તેને ઓપરેશન સર્ચ લાઈટ નામ આપ્યું. આ ઓપરેશનમાં પૂર્વ પાકિસ્તાનમાં ખુબ હિંસા થઈ. બાંગ્લાદેશ સરકારના જણાવ્યાં મુજબ આ દરમિયાન લગભગ ૩૦ લાખ લોકો માર્યા ગયાં. જાે કે પાકિસ્તાન સરકાર તરફથી ગઠિત કરવામાં આવેલા હમદૂર રહેમાન આયોગે આ દરમિયાન ફક્ત ૨૬૦૦૦ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. ૧૯૭૧ના યુદ્ધની રણનીતિ માટે સામ માણેકશા, જનરલ જગજીત સિંહ અરોરા, જનરલ જેએફઆર જેકોબની મહત્વની ભૂમિકા હતી. મેજર જનરલ જેકોબે ૧૯૭૧ના યુદ્ધની વોર ઓફ મૂવમેંટની રણનીતિ બનાવી હતી. જે અંતર્ગત ભારતીય સેનાને પાકિસ્તાની સેનાના કબજા વાળા શહેરોને છોડીને વૈકલ્પિક રસ્તેથી મોકલવામાં આવી હતી. જેકોબને ભારત જ નહીં બાંગ્લાદેશમાં પણ અનેક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ફિલ્ડ માર્શલ માણેકશાએ લેફ્ટનન્ટ જનરલ જેકોબને ઢાકા જવા અને પાકિસ્તાનને આત્મ સમર્પણ કરાવાની તૈયારી કરવાનો આદેશ આપ્યો.

Follow Me:

Related Posts