ભારત અને જાપાન વચ્ચે મોટી ડિફેન્સ ડીલ થઈ શકે!
જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા દિલ્હીમાં ત્રીજી ભારત-જાપાન ‘૨ ૨’ મંત્રણા માટે પહોંચ્યા છે. આજે યોજાનારી મંત્રણામાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર તેમના જાપાની સમકક્ષો કિહારા મિનોરુ અને કામિકાવા સાથે વાતચીત કરશે.
હિંદ મહાસાગરમાં ચીન પોતાનું ઘમંડ દેખાડી રહ્યું છે અને સતત પોતાની હાજરી વધારી રહ્યું છે. તેનો સામનો કરવા માટે ભારત એક મોટું પગલું ભરવાનું વિચારી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને જાપાન વચ્ચે મોટી ડિફેન્સ ડીલ થઈ શકે છે. આ ડીલ દ્વારા ભારત પોતાના મિત્ર જાપાન પાસેથી નેવી માટે એન્ટેના ખરીદી શકે છે. આ ડીલથી હિંદ મહાસાગરમાં ચીનની તમામ રણનીતિ નિષ્ફળ જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડીલ અંગેની માહિતી આજે ભારત-જાપાન “૨ ૨” મંત્રી સ્તરીય બેઠક દરમિયાન આપવામાં આવી શકે છે. એન્ટેનાની મદદથી ભારતીય નૌકાદળ સમુદ્રમાં તેના દુશ્મનો પર હુમલો કરશે. એન્ટેના મિસાઈલ અને ડ્રોનની ગતિવિધિઓને ઝડપથી પારખવામાં સક્ષમ છે. જાપાન અને ભારત વિદેશ અને સંરક્ષણ મંત્રાલયોની સહભાગિતા સાથે દિલ્હીમાં ૨ ૨ મંત્રણા કરશે,
ત્યારબાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તેમના જાપાની સમકક્ષ કિહારા મિનોરુ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે જેથી બંને વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ ગાઢ બને. દેશો સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે દ્વિપક્ષીય વાટાઘાટો અને ૨ ૨ મીટિંગ દરમિયાન, મંત્રીઓ સહકારની સમીક્ષા કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે નવી પહેલોની શોધ કરશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરશે.
રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ૨ ૨ મંત્રણાની ત્રીજી આવૃત્તિ માટે મિનોરુ અને જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવાની યજમાની કરશે. અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૨માં જાપાનમાં ૨ ૨ મંત્રણા થઈ હતી. બંને વ્યૂહાત્મક ભાગીદારો વચ્ચે ટોચના સ્તરની ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે ચીનના વિસ્તરણને કારણે હિંદ મહાસાગર ક્ષેત્રમાં અસ્થિર સ્થિતિ છે. જેના કારણે એશિયાના પાડોશી દેશો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે વર્તમાન વૈશ્વિક વાતાવરણમાં ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીને એક મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. અધિકારીઓનું કહેવું છે કે દિલ્હી અને ટોક્યો વચ્ચે “લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો” પર આધારિત સંરક્ષણ સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.
Recent Comments