વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અદેલ ફતાહ અલ સીસીએ રાજધાની કૈરોમાં ઈજિપ્તના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૈરોમાં હેલિયોપોલિસ વોર સેમેટ્રીની પણ મુલાકાત લીધી. તેમણે ત્યાં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ અલ હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. અલ હકીમ મસ્જિદ ૧૧મી સદીની છે. તે ઇજિપ્તમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ મસ્જિદ ભારત અને ઇજિપ્ત દ્વારા વહેંચાયેલ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. પીએમ મોદી બે દિવસીય ઈજિપ્તના પ્રવાસે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન રાષ્ટ્રપતિ અલ સીસીને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. અલ સીસીની ભારત મુલાકાત બાદ પીએમ મોદી ઈજિપ્ત પહોંચ્યા છે. જણાવી દઈએ કે અલ સીસીની ભારત મુલાકાત ઘણી સફળ રહી. આ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની વાત કહેવામાં આવી હતી. જણાવી દઈએ કે ઈજિપ્તમાં ઉતર્યા બાદ જ્યારે પીએમ મોદી તેમની હોટલ પહોંચ્યા તો સ્થાનિક લોકોએ વંદે માતરમ અને મોદી-મોદીના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીને આવકારવા માટે ભારતીય વોઈસપોરા પણ અહીં એકઠા થયા હતા અને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરારો થયા છે. જેમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, પુનઃપ્રાપ્ય ઉર્જા, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો પર ચર્ચા કરવામાં આવી છે. દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા માટે બંને નેતાઓ દ્વારા સ્ર્ેં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે કૃષિ, પુરાતત્વ અને પ્રાચીન વસ્તુઓ અને કાયદાના ક્ષેત્રમાં કરાર જેવા ત્રણ મુદ્દાઓ પર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ભારત-ઈજિપ્ત વચ્ચે MOU હસ્તાક્ષર કરવામાં આવ્યા

Recent Comments