fbpx
રાષ્ટ્રીય

ભારત જાેડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે આ યુવતી કોણ છે? ફોટા થઇ રહ્યા છે વાયુવેગે વાયરલ

પ્રિયંકા ગાંધીની દિકરી મિરાયા વાડ્રાની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં સૌથી વધારે વાયરલ થઈ રહી છે. મહત્ત્વનું છેકે, રાહુલ ગાંધી લાંબા સમયથી દેશભરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભારત જાેડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રામાં એક બાદ એક નવા નવા ચહેરાઓ નવા નવા લોકો રાહુલ ગાંધીની વાતને સમર્થન આપવા માટે તેમની સાથે આ યાત્રામાં જાેડાઈ રહ્યાં છે. ત્યારે હાલમાં એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી દેખાઈ રહી છે. જાેકે, આ તસવીરમાં આ બન્નેની વચ્ચે એક સુંદર યુવતી કોણ છે અને તે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે શું સંબંધ ધરાવે છે તે જાણવામાં ઘણાં બધા લોકોને રસ છે. એ જ કારણસર અમે પણ તેની તપાસ કરીને આ જાણકારી તમારા સુધી લાવ્યાં છીએ.

કોંગ્રેસ પાર્ટી અત્યારે દેશમાં ભારત જાેડો યાત્રા કરી રહી છે, રાજસ્થાનમાંથી આ યાત્રા પસાર થઇ રહી છે, આ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજાે સામેલ થયા છે, રાહુલ ગાંધીથી લઇને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ યાત્રામાં સામેલ થયા હતા, જાેકે, આ યાત્રામાં સૌથી વધુ જાે કોઇએ ધ્યાન ખેંચ્યુ હોય તો તે છે, પ્રિયંકા ગાંધી વાડ્રાની દીકરી મિરાયા. જાણો પ્રિયંકાની દીકરી મિરાયા વાડ્રા કોણ છે અને શું કરી રહી છે અત્યારે.. મિરાયા વાડ્રાની તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. લોકો આ તસવીરની સાથે પુછી રહ્યાં છે કે આ મિરાયા વાડ્રા શું કરે છે, લોકો તેના વિશે જાણવા માંગી રહ્યાં છે, અહીં અમે તમને મિરાયા વાડ્રા વિશે બતાવી રહ્યાં છીએ. પ્રિયંકા ગાંધી અને રૉબર્ટ વાડ્રાના બે બાળકો છે, એક છે મિરાયા અને બીજાે રેહાન છે.

મિરાયા અત્યારે લગભગ ૨૦ વર્ષની છે, અને રેહાન ૨૧ વર્ષનો છે. મિરાયાને લઇને વધુ માહિતી સામે નથી આવી, પરંતુ કેટલીક સોશ્યલ મીડિયા એક્ટિવિટી પરથી અંદાજ લગાવી શકાય છે કે, મિરાયા એક બાસ્ટેકબૉલ પ્લેયર છે, અને ઘણીવાર તેની ટૂર્નામેન્ટમાં પ્રિયંકા ગાંધી અને રૉબર્ટ વાડ્રા પણ ભાગ લઇ ચૂક્યા છે. મિરાયા લગભગ ૨૦ વર્ષની છે. આ ઉપરાંત મિરાયા બીજા કેટલીય એન્ડવેન્ચર એક્ટિવિટીમાં પણ જાેવા મળી ચૂકી છે. એટલુ જ નહીં મિરાયાને પ્રકૃતિ સાથે ખુબ પ્રેમ છે, જેને લઇને રૉબર્ટ વાડ્રાએ એક લાંબી પૉસ્ટ પણ લખી હતી, તે કુદરતી જગ્યાઓ પર હરવા ફરવાની પણ શોખીન છે.

વર્ષ ૨૦૧૬માં મિરાયા ખુબ ચર્ચામાં આવી હતી, તે સમયે તેને બાસ્કેટબૉલ ચેમ્પીયનશીપમાં ભાગ લીધો હતો. તે સમયે તે હરિયાણા ગર્લ્સ ટીમ તરફથી રમી રહી હતી, પ્રિયંકા ગાંધી પણ આ મેચ જાેવા પોંડુચેરી પહોંચી હતી. જાે અભ્યાસની વાત કરીએ મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મિરાયાએ દેહરાદૂનના વેલહમ ગર્લ્સ કૉલેજમાંથી અભ્યાસ કર્યો છે, આ ઉપરાંત તેના વિશે વધુ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. આ પહેલા મિરાયાને લઇને સમાચાર આવ્યા હતા કે તે માલદીવમાં ઇન્સ્ટ્રક્ટર લેવસ ડ્રાઇવિંગ કૉર્સ પુરો કરી રહી છે. જાે રેહાન માટે કહેવામાં આવે તો તે એક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે.

Follow Me:

Related Posts