રાષ્ટ્રીય

ભારત દેશના નવા એટોર્ની જનરલ તરીકે આર વેંકટરમણિની નિમણુંક

સીનિયર એડવોકેટ આર વેંકટરમણિને ભારતના નવા એટોર્ની જનરલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ત્રણ વર્ષ આ પદ પર રહેશે. આર વેંકટરમણિ કેકે વેણુગોપાલની જગ્યા લેશે. તેમનો કાર્યકાળ ૩૦ સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો છે. વેણુગોપાલ (૯૧ વર્ષ) નો પહેલા ૩૦ જૂને કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. પરંતુ કેન્દ્ર સરકારે ત્રણ મહિના માટે કાર્યકાળ વધારી દીધો હતો. કેકે વેણુગોપાલને મોદી સરકારે ત્રીજીવાર સેવા વિસ્તાર આપ્યો હતો.  જાણકારી પ્રમાણે સરકારે સુપ્રીમ કોર્ટમાં સીનિયર એડવોકેટ મુકુલ રોહતગીને એટોર્ની જનરલની જવાબદારી ફરીથી સંભાળવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો,

પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો. નોંધનીય છે કે એટોર્ની જનરલ કેન્દ્ર સરકાર માટે દેશના સૌથી સર્વોચ્ચ કાયદા અધિકારી અને મુખ્ય કાયદાકીય સલાહકાર હોય છે.  એટોર્ની જનરલ સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ મામલામાં સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણીવાર રાષ્ટ્રપતિ પણ કોઈ કાયદાકીય કે બંધારણીય મુદ્દા પર એટોર્ની જનરલ સાથે ચર્ચા કરે છે. કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂના કાર્યાલયે એક ટ્‌વીટ કરીને આ નિમણૂંકની જાણકારી આપી છે. તેમની ઓફિસ તરફથી ટ્‌વીટ કરવામાં આવ્યું, માનનીય રાષ્ટ્રીય, શ્રી આર. વેંકટરમણિ વરિષ્ઠ એડવોકેટને તારીખ ૧ ઓક્ટોબર, ૨૦૨૨થી ભારતના એટોર્ની જનરલના પદ પર નિયુક્ત કરે છે.

Follow Me:

Related Posts