fbpx
રાષ્ટ્રીય

ભારત દેશમાં 1 કરોડથી વધુ લગ્નો થાય છે દર વર્ષે, જાણો હાલમાં કેટલા કરોડનું છે લગ્નનું બજાર

ભારત દેશની અંદર આપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ લગ્ન થતા આવ્યા છે લગ્નની અંદર લોકો મન મૂકીને ખર્ચ કરતા હોય છે લગ્ન ઉત્સવ દુલ્હા દુલ્હન માટે યાદગાર બની રહે અને માતા-પિતા પણ સમાજમાં અને પોતાના કુટુંબમાં અલગ અને વિશેષ લગ્ન તેમના સંતાનો માટે થાય તે પ્રકારના આયોજનો કરતા હોય છે.    કરોડો રૂપિયા લગ્નની અંદર રીચ પરિવાર જનોના લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. મધ્યમ વર્ગના લોકો પણ લગ્નની અંદર છૂટથી ખર્ચ કરતા હોય છે પરંતુ લગ્ન નું બજાર શું છે કેટલા કરોડ રૂપિયા ખર્ચ થાય છે આગામી વર્ષોમાં લગ્નનું બજાર કેવું હશે જેના કારણે ઇન્ડસ્ટ્રીને શું ફાયદો થઈ રહ્યો છે તે તમામ બાબતો પણ લગ્નના બજાર સાથે જોડાયેલી છે.  

લગ્નની અંદર સોનુ ચાંદી જ્વેલરી કપડા બેન્ડ વાજા સુશોભનની વસ્તુઓ તેમજ જરૂરી નાની-મોટી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે બજારમાં લગ્નસરાની સિઝનમાં ખરીદીની ભીડ થતી હોય છે આગામી સમયમાં લગ્નસરાની સિઝન આવી રહી છે ત્યારે ફરીથી લગ્નના બજારો ધમધમશે.   લગ્નના બજારો વિશે તમને જણાવી દઈએ તો આગામી 10 વર્ષમાં 37.50 લાખ કરોડનું હશે ભારતીય લગ્ન બજાર જેમાં નવી નવી ચીજ વસ્તુઓ એડ થતી રહેશે.  

જો કે હાલમાં હાલમાં ભારતીય લગ્નબજાર 7.5 લાખ કરોડનું છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ 25થી 30% વાર્ષિક દરથી આ ઇન્ડસ્ટ્રી વધી રહી છે. કેમ કે, કોરોના જેવી સ્થિતિ માં પણ લગ્નો થયા હતા. ભરત દેશની અંદર 1 કરોડથી વધુ લગ્નો દર વર્ષે થાય છે. ઘણા કપડાં-જ્વેલરી જેવા સેક્ટર જોડાયેલા છે.

Follow Me:

Related Posts