ભારત ના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધી ના જન્મ દિવસ ને “સદભાવના દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો અમરેલી શહેર ના લોકો ની મદત માટે એક હેલ્પલાઇન મોબાઈલ નંબર સાથે લોન્ચ કરવામાં આવી
અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા આજ રોજ 20.08.2024 ને ભારત ના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીજી ની જન્મ જયંતિ નિમિતે આજરોજ અમરેલી જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય જુના માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે રાજીવ ગાંધીજી ની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરવામાં આવી તેમજ સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવી સાથો સાથ અમરેલી જિલ્લા નગરપાલિકા વિસ્તારમાં માં લોકો ની સમસ્યાઓ અને લોકોના પ્રશ્ર્નો ને વાચા આપવા આ મોબાઈલ નબર 9726414014 વોટ્સએપ હેલ્પલાઇન લોન્ચ કરવામાં આવી. આ પ્રસંગે અમરેલી જીલ્લા કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ ટીફૂભાઈ વરુ અમરેલી તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષભાઈ ભંડેરી અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અમરેલી જિલ્લા મહામંત્રી જગદીશભાઈ તળાવીયાં જગદીશ પાનસૂરિયા નારણભાઈ મકવાણા વસંતભાઈ કાબરીયા . અમરેલી જિલ્લા કૉંગ્રેસ ઓબીસી સેલ ના પ્રમુખ રમેશભાઈ ગોહિલ પ્રદેશ કૉંગ્રેસ ના ડેલીગેટ મુજફર હુસેન સૈયદ .અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ ના મહામંત્રી એમ .એ. કુરેશી . પ્રહલાદ સોલંકી સહિત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા તેવી અમરેલી જિલ્લા કૉંગ્રેસ ના કાર્યાલય મંત્રી જમાલ મોગલ ની એક અખબારી યાદી જણાવે છે.
Recent Comments