ભારત પણ બનાવી રહ્યુ છે હાઈપર સોનિક હથિયારોે
કોંગ્રેસના રિસર્ચ સર્વિસના આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ભેગા થઈને પરમાણુ હથિયાર બનાવી રહ્યા છે ત્યારે ભારત અને રશિયા ભેગા મળીને તેના પર કામ કરી રહ્યા છે. બંને દેશોએ મેક-૭ પ્રકારની હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસ-૨ માટે એક બીજાનો સહયોગ કર્યો છે. આ મિસાઈલનુ કામ ૨૦૧૭માં પૂરૂ થવાનુ હતુ પણ હવે તે ૨૦૨૫ થી ૨૦૨૮ વચ્ચે બનીને તૈયાર થશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ભારત હાઈપરસોનિક ટેકનોલોજી ડેમોસ્ટ્રેટર વ્હીકલ પ્રોગ્રામ હેઠળ બમણી ક્ષમતાની સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલ વિકસાવી રહ્યુ છે અને જુન ૨૦૧૯ તેમજ સપ્ટેમ્બર ૨૦૨૦માં મેક-૬નું સફળ પરિક્ષણ પણ કર્યુ છે.
ભારત પાસે પરિક્ષણ માટે ૧૨ હાઈપર સોનિક ટનલ છે. જે મેક-૧૩ પ્રકારના હથિયારનુ પરીક્ષણ કરવા માટે પણ સક્ષમ છે.ચીન દ્વારા હાઈપર સોનિક મિસાઈલના પરીક્ષણથી દુનિયામાં ખળભળાટ વ્યાપી ગયેલો છે ત્યારે અમેરિકન કોંગ્રેસે પોતાના રિપોર્ટમાં એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, ભારત પણ એ ગણતરીના દેશોમાં સામેલ છે જે હાઈપર સોનિક હથિયારો વિકસાવી રહ્યુ છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, અમેરિકા, રશિયા, ચીન પાસે સૌથી ઉચ્ચ કક્ષાના હાઈપર સોનિક હથિયાર પ્રોગ્રામ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ભારત, ફ્રાંસ, જર્મની અ્ને જાપાન પણ એ દેશોમાં સામેલ છે જે અત્યારે આ પ્રકારની ટેકનોલોજી વિકસાવવામાં પડયા છે.
Recent Comments