fbpx
રાષ્ટ્રીય

ભારત બાયોટેકએ ‘કોવૅક્સીન’ના ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી

ભારત બાયોટેકએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા પાસે પોતાની સ્વદેશી પદ્ધતિથી ડેવલોપ થયેલી કોરોના વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. ભારત બાયોટેક સ્વદેશી વૅક્સીનનો ટ્રાયલ કરનાર અને તેના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગનાર પ્રથમ કંપની બની ગઈ છે.
ભારત બાયોટેક દેશમાં કોરોના વૅક્સીનનો ટ્રાયલ કરનારી ત્રીજી કંપની છે. અગાઉ ફાઈઝર અને સીરમ ઈન્સ્ટીટ્યૂટે પણ પોતાની કોરોના વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે સમક્ષ મંજૂરી માંગી છે.
ફાઈઝર, સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેક દ્વારા ડેવલોપ કરવામાં આવેલી કોરોના વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવા સંદર્ભે બુધવારે વિચાર કરવામાં આવશે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ પોતાના કોરોના વૅક્સીન “કૉવિશીલ્ડ”ના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. પૂણેની આ કંપનીએ પોતાની સ્વદેશી વૅક્સીનને લોકોના હિતમાં અને મેડિકલ આવશ્યક્તાઓની પૂરી પાડવાનો આધાર આપીને મંજૂરી આપવાનો આગ્રહ કર્યો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના જણાવ્યા અનુસાર, સીરમ ઈન્સ્ટીટ્યૂટ આ વૅક્સીનના ૪ કરોડ ડોઝ પહેલાથી જ બનાવી ચૂક્યું છે અને પાસેથી તેને સ્ટોર કરવા માટે લાઈસન્સ પણ મેળવી ચૂક્યુ છે.

Follow Me:

Related Posts